અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ચકલાસીમાં પાચળથી પુર ઝડપે આવી રહેલ એક ગાડીએ આગળ જઈ રહેલ ગાડીને ટક્કર મારતા ગાડીના ફુરચે ફુરચા નીકળી ગયા હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ગાડીમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીત ઘવાયેલ એક મહિલાનું ઘટનાસ્થળ પર મોત થયું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારના રોજ સવારે અમદાવાદ શહેરના રહેવાસી પોતાના સબંધીઓ સાથે પાવાગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અએલ ચકલાસી ગામની સીમમાંથી પસાર થતી સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલ ગાડીને ટક્કર મારી હતી. ધડાકાભેર ટક્કર મારવાને લીધે પાવાગઢ જઈ રહેલ ગાડીના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પોહચી હતી. જેમાંથી એક મહિલાને વધુ ગંભીર ઈજાઓ પોહ્ચતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જ્યાં વાહનચાલકોએ ગાડીમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બહાર કાઢી તાત્કાલિક એક્સપ્રેસ હાઇવે પરની એમ્બ્યુલન્સને જાણ કરતા તે ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે પાવાગઢ જઈ રહેલા ગાડીના ચાલકની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…