વર્ષોથી પેટની સમસ્યા પીડાતા દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે આ એક વસ્તુ- આસપાસ પણ નહિ ફરકે એકપણ બીમારી

171
Published on: 11:32 am, Sun, 14 November 21

હાલમાં 10 માઠી 9 વ્યક્તિઓ કોઈને કોઈ બીમારીથી પીડાતા જ હોય છે એનું એકમાત્ર કારણ એ છે કે, હાલના લોકોની ખાણી-પીણી. એસિડિટીની સમસ્યા આમ તો ખુબ સામાન્ય માનવામાં આવે છે પણ એને લીધે અન્ય પણ કેટલીક પરેશાનીનો સામનો કરવો પડતા હોય છે.

જયારે કેટલાક લોકોને એસિડિટીને લીધે પેટ ફુલવાની સમસ્યા થતી હોય છે. જયારે કેટલાક લોકો એસિડિટીની સાથોસાથ ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ પીડાતા હોય છે. એનું મૂળભૂત કારણ એ છે કે, આપણી બહારની ખાણીપીણી. વધારે પડતા તીખા તમતમતા તેમજ તળેલા અથવા તો મસાલાવાળા ખોરાક લેવાથી પેટમાં ગેસ તથા એસિડિટીની સમસ્યા થતી હોય છે.

કેળાંને કરો ડાયટમાં સામેલ:
કેળાંમાં કેલ્શિયમ તથા આયર્ન પ્રચૂર માત્રામાં રહેલ હોય છે. જે એન્ટી-ઓક્સિડેન્ટ તથા પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાને લીધે એસિડ રિફ્લેક્સ ખુબ ઓછું કરે છે તેમજ પેટમાં ગેસ થવા દેતા નથી. કેળાં ખાવાથી PH નું પ્રમાણ નીચુ જતું રહે છે. કેળાંમાં રહેલ ફાઇબર આપને એસિડિટીથી સુરક્ષા આપશે.

એસિડિટીથી બચવા ખાઓ તરબૂચ:
તરબૂચમાં પણ પાણીનો ભાગ વધારે હોવાને લીધે શરીરમાં પાણીની અછત પૂરી થાય છે. ફક્ત આટલું જ નહીં પણ તેનાં સેવનથી પેટ ભર્યું ભર્યું રહેતું હોય છે કે, જેથી ગેસની સમસ્યા પણ થતી નથી. તરબૂચમાં રહેલ ફાઇબર ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. ખાધેલો ખોરાક સરખી રીતે પચી જાય તો પણ ગેસની સમસ્યા રહેતી નથી.

કાકડી રાખશે એસિડિટીને દૂર:
કાકડી ખાવાથી પણ પેટમાં ઠંડક મળતી હોય છે. કાકડીમાં પણ પ્રચૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોવાને લીધે તે શરીરને ડિહાઇડ્રેશનની સમસ્યાથી દૂર રાખશે. એનું સેવન કરવાથી એસિડ રિફ્લેક્સન ખુબ ઓછું થાય છે તથા એસિડિટી તેમજ ગેસની સમસ્યાઓ દૂર રહે છે.

નાળિયેર પાણીને કરો ડાયટમાં સામેલ:
અમુક લોકોને સવારમાં ચા-કોફી પીવાની લત હોય છે કે, જેને લીધે શરીર એસિડિક બને છે. આવા લોકોએ સવારમાં ચા-કોફીને બદલે નાળિયેર પાણી પીવું વધારે ફાયદાકારક રહેશે. નાળિયેર પાણી શરીરને ડિટો‌ક્સિફાઇ કરે છે. જેમાં રહેલ ફાઇબર તથા એન્ટી-ઓ‌િક્સડેન્ટ શરીરનાં પાચનતંત્રને સ્વસ્થ રાખવાની ઉપરાંત એસિડિટીની સમસ્યામાંથી છુટકારો આપે છે.

પીવો એક ગ્લાસ ઠંડું દૂધ:
દૂધ પીવાથી હાડકાં તો મજબૂત બને જ છે, આની સાથોસાથ જ પેટની અનેક બીમારીઓ પણ દૂર રહે છે. સવાર-સવારમાં 1 ગ્લાસ ઠંડું દૂધ પીવાથી પેટમાં થતી બળતરા દૂર થાય છે. ફક્ત આટલું જ નહીં પણ તેનાથી તમારી ભૂખ પણ કંન્ટ્રોલમાં રહે છે. આની સિવાય એસિડિટી તથા ગેસની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…