જુઓ કેવી રીતે સુરતના આ પટેલ ખેડૂતભાઈ ફક્ત બે એકર માંથી કરી રહ્યા છે 10 લાખની ચોખ્ખી કમાણી

390
Published on: 3:32 pm, Fri, 17 December 21

દેશમાં ઘણા ખેડૂતો એવા છે, જે કંઈક નવું કરીને ખેતી દ્વારા લાખોની કમાણી કરે છે. હાલ આવા જ ખેડૂતની વાત અહીંયા કરવાના છીએ, કે જેઓએ બે એકર જમીનમાં 10 વિવિધ પાકોની ખેતી કરીને સારી કમાણી કરી બતાવી છે. સુરતના રમેશભાઈ પટેલ અને તેમના દીકરા ઉર્વીશભાઈ પટેલે બે એકર જમીનમાંથી દસ લાખ રૂપિયાની કમાણી કરી, સેંકડો ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

હાલ ઘણા ખેડૂતો એવા છે, જેમની પાસે ઓછી જમીન હોવા છતાં સારી કમાણી કરી રહ્યા છે. સુરતના આ ખેડૂતોએ ફક્ત ૨ એકર માંથી ૧૦ લાખની ચોખ્ખી કમાણી કરી બતાવી છે. સુરત શહેરના માંડવી તાલુકાના ગોદાવરી વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતે મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ અપનાવીને સફળ ખેતી કરી બતાવી બતાવી હતી.

ફક્ત બે એકર જમીનમાં રમેશભાઈ અને તેમના દીકરા ઉર્વીશભાઈએ મલ્ટીલેયર પદ્ધતિથી ખેતી શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે આ પદ્ધતિ દ્વારા હળદર અને આદુની ખેતી કરી હતી. આ બંને પાકની ખેતી જમીનમાં થાય છે અને પછી તેની ઉપર શાકભાજી ઉગાડી હતી. અને ઓછી જમીનમાં વિવિધ પાકોની ખેતી દ્વારા સુરતના આ ખેડૂત બમણી કમાણી કરી છે. સાથોસાથ વેલાવાળી શાકભાજી અને પપૈયા જેવા ફળો પણ ઉડાડ્યા છે. મલ્ટીલેયર પદ્ધતિનો ઉપયોગ કરી વિવિધ પાકોની ખેતી કરવામાં આ ખેડૂત ભાઈઓ સફળ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એક જગ્યાએ દસ વિવિધ પાકો ઉગાડવામાં સફળતા મેળવી છે.

ખાતર ની વાત કરીએ તો, આ ખાસ પદ્ધતિમાં રમેશભાઈ ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ જ કર્યો છે. કમાણીની વાત કરીએ તો, આ પદ્ધતિ દ્વારા એક વર્ષે ૧૦ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજે બીજા કેટલાય ખેડૂતો, રમેશભાઈ પાસેથી પ્રેરણા લઈને પોતે પણ આ પ્રકારની ખેતી શરૂ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…