ગઈકાલે દમણના જમપોર બીચ પર એક દુર્ઘટના સર્જવા પામી હતી. જેમાં દરિયા કિનારે પેરાસીલીંગ કરતાં ત્રણ લોકો હવામાંથી નીચે પટકાતા ઘાયલ થયા હતા. બાદમાં આ તમામને તાત્કાલિક દમણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે નીચે પટકાતા સહેલાણીઓનો લાઇવ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દરિયા કિનારે પેરાસિલીંગ કરાવતી સ્પોર્ટ્સ એડવેચરસ એજન્સી દ્વારા પેરાસીલીંગ પર 2 સહેલાણીઓ અને એજન્સીનો એક રાઇડર હવામાં ઊંચે ઊડ્યા હતા. જોકે, દમણના દરિયા કિનારે તોફાની પવન હોવાથી 2 સહેલાણીઓ સાથે ત્રણેય લોકો અચાનક જ હવામાંથી નીચે પટકાયા હતા.
View this post on Instagram
મુસાફરો નીચે પડતાં બીચ પર હંગામો મચી ગયો હતો. જોકે, ઉપરથી પડી જતાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત મુસાફરો દિલ્હીથી દમણ આવ્યા હતા. દમણના જામપોર બીચ પર પેરાસેલિંગ કરતી વખતે ત્રણેય હવામાંથી નીચે પાડવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આથી જ દમણના કાંઠે બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…