પરિવર્તની એકાદશીનાં પરમ પવિત્ર દિવસે કરો આ વ્રત- ભગવાન વિષ્ણુની કૃપાથી મળશે અમરત્વ

164
Published on: 10:36 am, Fri, 17 September 21

મહિનામાં બે વખત જયારે વર્ષમાં 24 વખત એકાદશીનો પરમ પવિત્ર દિવસ આવે છે ત્યારે આજે પણ એકાદશીનો પરમ પવિત્ર દિવસ હોવાથી આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ. હિંદુ ધર્મમાં એકાદશીનું ખુબ મહત્વ રહેલું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. મહિનાની પહેલી એકાદશી તિથિ કૃષ્ણ પક્ષ તેમજ બીજી એકાદશી શુક્લ પક્ષમાં આવતી હોય છે.

હિંદુ પંચાગ પ્રમાણે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ 16 સપ્ટેમ્બરથી શરૂ થાય છે.  પરિવર્તની એકાદશી વ્રત 17 સપ્ટેમ્બરનાં રોજ, શુક્રવારે રાખવામાં આવ્યું હતું જયારે ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી, જલજીરણી અથવા તો પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, આ તિથિએ ભગવાન વિષ્ણુ ચતુર્માસના શયન વખતે પોતાનું પડખું ફરે છે. ભગવાન વિષ્ણુની શયન અવસ્થામાં પરિવર્તન થતું હોવાથી તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે.

પરિવર્તની એકાદશીની તિથિ:
હિંદૂ પંચાગ પ્રમાણે, એકાદશી તિથિ 16 સપ્ટેમ્બરનાં રોજ ગુરૂવારની સવારે 9.39 કલાકે શરૂ થશે કે, જે 17 સપ્ટેમ્બરની સવારે 08.08 કલાકે પૂર્ણ થશે. ત્યારપછી દ્વાદશી તિથિની શરૂઆત થઇ જશે. 16 સપ્ટેમ્બરની એકાદશી તિથિ આખો દિવસ રહેશે. ઉદયા તિથિમાં વ્રત રાખવાની માન્યતા પ્રમાણે, પરિવર્તની એકાદશી વ્રત 17 સપ્ટેમ્બરનાં રોજ શુક્રવારે રાખવામાં આવશે.

પરિવર્તની એકાદશીના શુભ મુહૂર્ત:
પુણ્ય કાલ: સવારનાં 06.07 મિનિટથી લઈને બપોરનાં 12.15 કલાક સુધી રહેલી છે જયારે પૂજાનો સમય 06.08 કલાક સુધી રહેશે. ત્યારપછી 17 સપ્ટેમ્બરની સવારે 06.07 કલાકથી લઈને સવારે 08.10 કલાક સુધી મહાપુણ્ય કાલ રહેશે. જેનો સમય 02.03 કલાક સુધી રહેશે.

પરિવર્તની એકાદશીનું મહત્વ:
આ એકાદશીને બધા જ દુખોથી મુક્તિ આપનાર તિથિ તરીકે માનવામાં આવે છે ત્યારે આજનાં દિવસે વ્રત કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આજનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. જેથી આ એકાદશીને ડોલ ગ્યારલ પણ કહેવામાં આવે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે, આજનાં દિવસે રાજા બલિથી ભગવાન વિષ્ણુએ વામન રૂપમાં તેમનું બધુ જ દાનમાં માંગી લીધું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઇને પોતાની પ્રતિમા ભગવાન વિષ્ણુએ સોંપી દીધી હતી. આ જ કારણે તેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૂજન વિધિ:
સવારમાં વહેલા ઊઠીને સ્નાન કરીને મંદિરમાં દિપ પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરાવીને પુષ્પ તથા તુલસીના પાન અર્પણ કરવા. શક્ય હોય તો આજનાં દિવસે વ્રત રાખવું તેમજ ભગવાનની આરતી કરીને ભગવાનને ભોગ અવશ્ય લગાવો.

આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે તેમજ ભોગમાં તુલસીને અવશ્ય સામેલ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે, તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ કરતા નથી. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરીને ધ્યાન કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…