
હાલનો સમય આધુનિક સમય એટલે કે, ટેકનોલોજીનો સમય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. હલિયા વિકાસ ખંડના ગ્રામ પંચાયત મવઈકલા રહેવાસી સાધારણ ખેડૂત તેમજ ટાયર પંચરની દુકાન ધરાવતા રામઓતારના દીકરા નીરજ મૌર્યએ પોતાનાં અથાગ પરિશ્રમથી શાનદાર સફળતા હાંસલ કરી બતાવી છે.
આ ગરીબના દીકરાએ એકવારમાં જ ફૂલ ચાર્જ કરવાથી 50 કિમી સુધી ચાલી શકે ઈવી બેટરીથી ચાલતી બાઈક બનાવી નાંખી છે. મિર્ઝાપુર જિલ્લામાં આવેલ પંચશીલ ડિગ્રી કોલેજ મવઈકલાના BA ના વિદ્યાર્થીએ બેટરીથી ચાલતી બાઈકને ખુબ મહેનત બાદ બનાવવામાં સફળતા મળી છે.
નીરજના જણાવ્યા મુજબ બેટરીથી ચાલતી બાઈક બનાવવામાં અંદાજે 1 મહિનાનો સમય લાગ્યો હતો. બાઈક બનાવ્યા બાદ તેમાં બેટરી નંખાવવા માટેના પૈસા પણ તેની પાસે ન હતા. તેણે આની માટે નવરાત્રીમાં મૂર્તિઓ બનાવી પૈસા એકત્ર કર્યા હતા કે, જેમાંથી તે બેટરી મંગાવીને બાઈકને તૈયાર કરી શક્યો હતો.
બેટરીથી ચાલતી બાઈકની ખાસિયત તો એ છે કે, એકવખતમાં તેને ફૂલ ચાર્જ કરી લીધા બાદ 50 કિમી સુધી આસાનીથી ચાલી શકે છે. બાઈકમાં આગળ જવા માટેની સાથે પાછળ જવા માટેના ગીયર પણ આપવામાં આવ્યા છે. આ બાઈકની જાણ થતા છાનબેના સાંસદ રાહુલ પ્રકાશ કોલે તેને ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
નીરજ જણાવે છે કે, પિતા ખેતીની સાથે ટાયર પંચરની દુકાન ખોલીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. બાઈકને તૈયાર કરવા માટે અંદાજે 30000 રૂપિયાનો ખર્ચ કરાયો છે. આની કિંમત હજુ પણ ઘટી શકે છે જો સરકાર દ્વારા તેને સબસિડી આપવામાં આવે તો!
કોઈ પણ પ્રકારનો ટેક્નીકલ કોર્ષ ન કર્યો હોવા છત્તાં ઓટોમોબાઈલમાં મહારત એવા દીકરા પર પિતાને ખુબ ગર્વ રહેલો છે. નીરજનું સપનું છે કે, તે તેની બનાવેલ આ બાઈકને લોકો વાપરે કે, જેથી ફ્યુલ બચાવી શકાય તેમજ પર્યાવરણની રક્ષામાં પણ મદદ થઈ શકે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…