પીઝામાં વપરાતા ઓરેગાનોની ખેતી કયા કરવામાં આવે છે, તેના ફાયદા જાણીને તમે પણ ખેતી કરશો

Published on: 11:20 am, Mon, 5 July 21

ફાસ્ટ ફૂડના જમાનામાં પીઝા કોને ન ભાવતા હોય તો જાણો તેમાં વપરાતા ઓરેગાનો ની ખેતી વિશે. ઓરેગાનો ને ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

પિઝા દરેકના ફેવરિટ છે અને તેને ખાવા માટે લોકો હંમેશા તૈયાર હોય છે. ઓરેગાનોના કારણે પિઝાનોનો સ્વાદ વધે છે અને આ મસાલાને કારણે પિઝા અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઔષધિ મસાલા ક્યાંથી આવે છે.

ઘણા ઓછા લોકોને ખબર છે કે પિઝાના આ મસાલાનું ભારતમાં જ ઉત્પાદન થાય છે.ભારત માં તમિલનાડુમાં આ ખેતી થાય છે. પીઝા ઈટાલિયન વાનગી છે પરંતુ, તેના પર છંટકાવ કરવામાં આવતા મસાલા ની ખેતી તમિલનાડુના એક ગામમાં થાય છે.

આ મસાલા ની ખેતી સૌપ્રથમ ભારતમાં યુરોપના લોકો એ ચાલુ કરી હતી. તમિલનાડુ માં આવેલા નીલગીરી પહાડ ઉપર આ મસાલા ઓનું ઉત્પાદન કરવામાં આવે છે.અને ત્યાંથી જ આ મસાલાઓ વિદેશ માં મોકલવામાં આવે છે.ગામમાં વસતા ટ્રાયબલ જાતિના લોકો આ મસાલાઓ ખેતી કરે છે.

આ મસાલા ખાસ ઋતુમાં ઉગાડવામાં આવે છે. આ મસાલાનો પાક તૈયાર થતા તેને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં લઈ જવામાં આવે છે.આ મસાલા ઠંડી આબોહવામાં ઉગે છે.

આ મસાલાને તમે ઇચ્છો તો તમે તમારા ઘરમાં જ ઉગાડી શકો છો.પરંતુ તેને તમારા રસોડામાં ન રાખતા લિવિંગ રૂમમાં કે બહાર ગાર્ડનમાં રાખવામાં આવે તો તે જલદી ઉગી જશે.