અમદાવાદમાં માત્ર 11 વર્ષની દિવ્યાંગ દીકરીએ શોભાવ્યું કલેક્ટરનું પદ- દીકરીની ઈચ્છા પૂરી થતા ખુશીથી રડી પડ્યો પરિવાર

235
Published on: 11:22 am, Sun, 19 September 21

અમદાવાદ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દિવ્યાંગ દિકરીએ કલેક્ટર તરીકેની કામગીરી સંભાળી હતી. કલેક્ટર અંગેનો ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના અંતર્ગત લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ ફ્લોરાએ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત ભવ્ય રીતે એટલે કે એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય તેવી રીતે જ કરવામાં આવ્યું હતું.

ફ્લોરાનું સપનું હતું કે તે કલેક્ટર બને:
ગાંધીનગર શહેરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થવાને કારણે ઓપરેશન કરાવ્યું હતું. ફ્લોરા બાળપણથી જ અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. ફ્લોરાની કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી તેની સામે એક મોટો પડકાર હતો. ત્યારે ફ્લોરાનાં માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો અને જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી ગઈ અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

યોજના અંતર્ગત લાભાર્થીઓને સરકારી સહાયના પ્રમાણપત્રો પણ આપ્યા:
ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈને કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે તેવી રીતે ફ્લોરાનું ભાવથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના સરકારી સહાયના પ્રમાણપત્ર લાભાર્થીઓને વિતરણ કર્યા હતા.

અમદાવાદ જિલ્લાના કલેકટર સંદીપ સાંગલેએ જણાવતા કહ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની માહિતી મળી હતી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આવતા અઠવાડિયે ફ્લોરાનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવીને તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં અવી હતી. ઉજવણી પર અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. અંતે એક દિવ્યાંગ દીકરીની કલેકટર બનવાની ઈચ્છા પૂર્ણ થઇ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…