આજથી શરુ થઇ ટેકાના ભાવે પાકની ખરીદી – જાણો ક્યા કેટલા નક્કી થયા ભાવ

168
Published on: 12:11 pm, Fri, 1 October 21

અતિભારે વરસાદ તેમજ વાવાઝોડાને કારણે સેકંડો ખેડૂતોના ખેતરમાં ઉભા થયેલ પાકને ખુબ બહોળા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે ત્યારે આવા કપરા સમયની વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે મોટાભાગે સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતોને નુકશાન થવા પામ્યું છે.

બાજરી,મકાઈ, ડાંગરનું ખેડૂતો 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે:
1 ઓકટોબર એટલે કે, આજે રાજ્યમાં મગફળી માટે રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. આની સાથે જ બાજરી, મકાઈ, ડાંગરની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે ત્યારે 1 ઓક્ટોબરથી લઈને 15 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ખેડૂતો કરી શકશે.

આની માટેના ઓર્ડર તમામ લાગતાં વળગતા વિભાગને આપી દેવામાં આવ્યા છે. આની સાથોસાથ જ મગફળીની લાભ પાંચમથી ખરીદી શરૂ કરી શકાશે એવો પણ ખુલાસો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. આમ, ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.

VCE કર્મચારી આવતીકાલથી વિરોધ પર ઉતરશે:
રજિસ્ટ્રેશન પ્રક્રિયા અગાઉ જ સરકાર માટે મુશ્કેલી ઉભી થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલથી વિલેજ કમ્પ્યુટર સાહસિકો હડતાળ પર ઉતરશે. 14,000 રજિસ્ટ્રેશન થતા વિલેજ કમ્પ્યુટર સાહસિકો હડતાળ પર ઉતરવાના છે જ્યારે 5 ઓક્ટોબરનાં રોજ VCE કર્મીઓ કાળી પટ્ટી બાંધીને કામગીરીમાં જોડાશે.

VCE કર્મીઓને સરકારી ધારાધોરણ પ્રમાણે પગારની માંગ રહેલી છે  તથા પડતર પ્રશ્નોના નિરાકરણની પણ માંગ રહેલી છે. વર્ષ 2006થી VC તરીકે કામ કરતા કર્મીઓના શોષણની પણ વાત કરવામાં આવી રહી છે. પોતાની માંગોને લઇ 13 ઓક્ટોબરનાં રોજ VCE કર્મીઓ સત્યાગ્રહ છાવણીએ એકત્ર થશે.

રવી પાકોની કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે:
આજથી ટેકાનાં ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળી માટે 1 થી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે. બાજરી, જુવાર તથા મકાઇની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે.

ખેતપેદાશના ટેકાના ભાવ બજારભાવ ન બની શકે?
વસ્તીમાં વધારો થાય તેની સામે જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે, ખેડૂતો ઘટી ગયા છે તેમજ તેના લીધે દેશમાં અનેકવિધ વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહેતો હોય છે.

આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુતમ ટેકાના ભાવ પર આધાર રાખવો પડતો હોય છે. એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે, MSP તથા MRP બન્ને એકસમાન હોય? એટલે કે, ખેડૂતને ટેકાના ભાવ જેટલા જ ભાવ માર્કેટમાં મળે એટલે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી જેની પાછળ સરકાર જવાબદાર છે કે, પછી સ્વયં ખેડૂતો?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…