નવસારી હાઇવે થયો લોહીલુહાણ: સુરતના બે યુવકોનું બાઈક સ્લીપ થતાં માર્ગમાં જ નીપજ્યું કરુણ મોત

Published on: 3:03 pm, Mon, 27 February 23

ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર અકસ્માતમાં સુરતના 2 યુવકોને જીવ ગુમાવવો પડ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા બે યુવકો કામ અર્થે બાઈક લઈને નવસારી ગયા હતા. ત્યારે મોડી રાત્રે કામ પતાવીને નવસારી થી સુરત તરફ પરત ફરી રહ્યા હતા. ઘર તરફ પ્રયાણ કરતા જ સુરત નવસારી હાઇવે પર બને યુવકોને માર્ગ અકસ્માત નડ્યો હતો.

ઘરે પરત ફરી રહેલ યુવકોનું બાઈક સ્લીપ થઈ જતા રસ્તા પર પટકાયા હતા. અકસ્માત દરમ્યાન એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેમજ બીજા યુવકને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ યુવકને મોડી રાત્રે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સુરત સિવિલમાં યુવકની ટૂંકી સારવાર બાદ હોસ્પીટલમાં જ મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાદિક અનીસ અહમેદ(22 વર્ષીય) અને હાસીમ રહીશ શેખ(19 વર્ષીય) બંને મિત્રો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પદ્માવત સોસાયટીમાં વેલ્ડીંગનું કામ કરતા હતા. ત્યારે દુકાનમાં કામ અર્થે ગઈકાલના રોજ બંને મિત્રો એક બાઈક પર નવસારી ગયા હતા. વેલ્ડીંગના કામ અર્થે ગયેલા યુવકો નવસારીમાં પોતાનું કામ પતાવીને વેસુરત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બને યુવકોને નવસારી સુરત હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં બંને યુવકોના કરુણ મોત નીપજ્યા છે. પરિવારના સભ્યોને નવજુવાન યુવકોના મોત અંગે જાણ થતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

નવસારીમાં વેલ્ડીંગનું કામ પૂર્ણ કરીને બંને યુવકો પોતાની બાઈક પર સુરત પરત થઈ રહ્યા હતા. યુવકો હાઇવે પર પૂરપાટ ઝડપે બાઈક હંકારી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજુ તો નવસારીથી નીકળ્યા ને થોડે જ દૂર પહોંચતાં બાઈક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને બાઈક રસ્તા પર જ સ્લીપ થઇ ગઈ હતી. જેમાં બંને યુવકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, સાદિક અનીસ અહમેદ અને હાસીમ રહીશ શેખ રસ્તા પર પટકાયા હતા. બે પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને બીજા યુવકને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જોકે, મોડી રાત્રે યુવકને સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…