માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે કે, જેમાં પટેલ પરિવારને પોતાનો એકના એક દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. માતા-પિતા પોતાના બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે સુખ-સુવિધાઓ આપતા હોય છે.
જો માતા પિતા સુખી હોય તો બાળકોને ફરવા માટે ગાડી, ખુબ મોંઘા મોબાઈલ તેમજ અન્ય કેટલીક સુખ સુવિધાઓ આપતા હોય છે પણ ઘણીવાર એવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે કે, તેનું દુઃખ જીવનભર રહેતું હોય છે. પાટણમાં બનેલ આ ઘટનાથી પરિવારનો એકનો એક કુલદીપક મોતને ભેટતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.
એવું જાણવા મળી રહ્યું છે કે, મૃત યુવકનું નામ વિશ્વ પટેલ હતું. વિશ્વનો પરીવાર પૈસા ટકે ખુબ જ સુખી હતો તેમજ વિશ્વ એકના એક દીકરો હતો. આ માટે માતા પિતાએ ખુબ જ પ્રેમથી તેનો ઉછેળ કર્યો હતો. દીકરાને ફરવા માટે ગાડી પણ લઈ આપી હતી.
દીકરો વિશ્વ પોતાના મિત્રોની સાથે ગાડી લઈને ફરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક કારને ભયંકર અકસ્માત નડતા વિશ્વનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમજ તેના મિત્રોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ લઇ જવાયા હતા. જયારે માતા પિતાને આ વાતની જાણ થતા તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.
પરિવારના એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. માતા પિતાને પોતાના દીકરાને ભણાવી-ગણાવીને એક મોટો વ્યક્તિ બનાવવો હતો પરંતુ એ પહેલા તો દીકરાનું મોત થઇ જતા માતા-પિતાના બધા સપના તૂટી ગયા હતા. પરિવારે ભીની આંખે દીકરાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…