સોમનાથમાં ઉનાળાની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. ત્યારે સોમનાથના કિનારે ભીમ અગિયારસના દિવસે 15 વર્ષનો બાળક દરિયામાં ડૂબી ગયો હતો. રવિવારે સવારે 7:30 વાગ્યે બાળકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ભીમ અગિયારસના દિવસે મેંદરડાના અમૃતવેલ ગામનો પરિવાર સોમનાથ ચોપાટી ફરવા ગયો હતો. આ દરમિયાન, પરિવારનો 15 વર્ષીય પુત્ર સુજલ મોજામાં તણાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા દરિયામાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રવિવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાલુભાઈ હંસરાજભાઈ છોડવાડિયા તેમના 15 વર્ષના પુત્ર સુજલ, માતા, બહેન અને ગ્રામજનો સાથે સોમનાથની મુલાકાતે આવ્યા હતા. તેઓ સોમનાથ ચોપાટીની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, સુજલ બીચ પર ઉભા રહીને ફોટા પાડી રહ્યો હતો.
આ દરમિયાન, ભરતીના મોજા આવતા પાણીમાં ખેંચાઈ ગયો હતો અને સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેણે દરિયામાં સુજલને શોધવાનું શરૂ કર્યું, પણ તેને સુજલનો કોઈ પત્તો લાગ્યો નહીં.
બીજા દિવસે સુજલનો મૃતદેહ સોમનાથ મંદિરની પાછળના દરિયા કિનારેથી મળી આવ્યો હતો. આ પછી પોલીસ દ્વારા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 15 વર્ષના પુત્રના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઈ ગયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…