સૌરાષ્ટ્રની નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં છકડો તણાયો, માંડ-માંડ બચ્યો ચાલકનો જીવ – જુઓ વિડીયો

160
Published on: 3:00 pm, Tue, 28 September 21

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે આ દરમિયાન રાજ્યના રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

હાલ ગોંડલની ગોંડલી નદીમાંથી પસાર થતી એક છકડો રીક્ષા તણાઈ ગયાની ઘટના સામે આવી છે કે, જેમાં રીક્ષા તણાઈ જતાં તરત રીક્ષા ચાલક પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો હતો. બીજી બાજુ ધોરાજી અને ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ફક્ત 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જેને કારણે વિઝીબિલિટી ઘટી જતા વાહનો ચાલકોને હેડ લાઇટ શરૂ કરવાનો વારો આવ્યો હતો. હાલમાં રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ચુકી છે ત્યારે મ્યુનિ.કમિશનર અમિત અરોરા જણાવે છે કે, ખુબ સારો વરસાદ પડતા આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે.

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ, 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો રહેલો છે જયારે ન્યારી 30 એપ્રિલ, 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો રહેલો છે તથા  ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો જોવા મળ્યો છે.

આજે વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ જામી ગયો હતો. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ શરુ થઈ ગયો હતો. શહેરના મુખ્ય માર્ગ યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ચુક્યા છે.

‘ગુલાબ’ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધી મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર તથા આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે, જેને લીધે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યમાં 60 કિમીની ગતિના પવન સાથે જ વીજળીના કડાકા સાથે હળવોથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુરુવારની સાંજે 5.00 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 11 મીમી અને ઈસ્ટ ઝોનમાં 20 મીમી વરસાદ ખાબક્યો હતો.

ત્યારપછી વરસાદ સતત ચાલુ રહેતા સાંજના 6.00 સુધીમાં અનુક્રમે 6 મીમી, 5 મીમી અને 24 મીમી વરસાદ પડ્યો હતો. આની સાથે જ કેટલાક વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ જોવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં 1147 મીમી, વેસ્ટ ઝોનમાં 1115 મીમી અને ઈસ્ટ ઝોનમાં 1062 મીમી વરસાદ નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…