સુરતના ભુવા પરિવાર તેમજ સમાજનું ગૌરવ અને ” જે કરો તે બેસ્ટ કરો ”ના અનોખા જીવન મંત્રને ધારણ કરનારા મહેશભાઈ ભુવાએ ફરીએકવાર માનવતા મહેકાવી છે. થોડા સમય પહેલા જ સુરતના ગઢિયા પરિવારમાં દુઃખદ ઘટનામાં નોંધારી થયેલી ત્રણ દીકરીઓ માટે લોકોએ દાનનો ધોધ વહાવી દીધી હતો. મહેશભાઈ ભુવાએ તેમના પેજ ‘સમસ્ત લેઉવા પટેલ સમાજ’ માં શેર કરેલી પોસ્ટના માધ્યમ દ્વારા 1.72 કરોડ રૂપિયાની મદદ અપાવી હતી.
હાલમાં જ થોડા દિવસ પહેલા, કાલાવડના જસાપર ગામના કેતનભાઈની દીકરી ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી, અને સારવાર માટે 10 લાખ રૂપિયાની જરૂર હતી. પરંતુ પોતે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના માટે દીકરીની સારવાર કરાવવી અશક્ય હતી, પરંતુ મહેશભાઈએ પોતાના પેજ થકી એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટના માધ્યમથી કેતનભાઈને ગણતરીના દિવસોમાં જ દીકરીની સારવારની રકમ એકથી થઇ ગઈ હતી. અને દીકરીની સારવાર કરવી શક્યા હતા. કેતનભાઈએ મહેશભાઈને ભાવભીની આંખે ધન્યવાદ કહ્યું હતું.
ખરેખર સોસીયલ મીડ્યાના સકારાત્મક ઉપયોગથી મહેશભાઈએ જરૂરિયાતમંદ એક દીકરીને નવજીવન આપ્યું હતું, અને સમાજમાં અનોખી ઉર્જા વહેતી કરી હતી. આ પહેલા પણ મહેશભાઈએ, ગોંડલ ગોઝારા માર્ગ અકસ્માતમાં બે પરિવારનાં છ વ્યક્તિઓના અવસાન થયા બાદ સદનસીબે બચી ગયેલ પરંતુ સંપૂર્ણ નોંધારી બની ગયેલ ત્રણ દીકરીઓ માટે માત્ર સોશિયલ મીડિયા નો સદ્ઉપયોગ કરી શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ Leuva Patel ફેસબુક પેજ ની અપીલ અને પ્રિન્ટમીડિયા ની નોંધ થી છત્રછાયા વગરની બની ગયેલ દીકરીઓ માટે સીધા તેમના જ બેંક એકાઉન્ટમાં મોટી સહાય અપાવી હતી. જે રકમથી તમના માતા-પિતા તો પાછા નહિ આવે પરંતુ, દીકરીઓના ભવિષ્યમાં કોઈ તકલીફ ન ઉભી થાય તેવી અનોખી પહેલ કરવામાં આવી હતી.
તાજેતરમાં જ મુકેલી એક પોસ્ટમાં એક દીકરીએ તેના પિતાની સારવાર માટે, સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકો પાસે અપીલ કરી હતી. ત્યારે મહેશભાઈએ આ પોસ્ટને પેજમાં મૂકી હતી, અને પિતાની સારવાર માટે આ દીકરીને બે લાખથી વધુની રકમ ભેગી થઇ હતી. સાથોસાથ તમને જણાવી દઈએ કે, કેતનભાઈને તેની દીકરી જીયાની સારવાર માટે 10 લાખ રૂપિયાની જ જરૂર હતી, પરંતુ મહેશભાઈ સાથેની વાતચીતમાં કેતનભાઈએ જણાવ્યું હતું કે, ‘વધેલી અને હવે જેટલી પણ રકમ આવશે તે રકમ હું આ દીકરીને તેના પિતાની સારવાર માટે આપી દઈશ.’
ખરેખર એક પેજના માધ્યમથી આજે મહેશભાઈ અનેક જિંદગીઓ બચાવી રહ્યા છે, અને જેઓ સારવારનો ખર્ચ નથી ઉઠાવી શકતા તેને મદદરૂપ થઈને નવજીવન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયમાં જ ‘સમસ્ત લેઉવા પટેલ સમાજ’ સહીત અન્ય સોસીયલ મીડિયાનો સદુપયોગ કરી મહેશભાઈએ કેટલાય જરૂરીયાતમંદની મદદ કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…