આ મંદિરમાં જતા દરેક ભક્તો બની જાય છે કરોડપતિ- પ્રસાદમાં મીઠાઈ નહિ પરંતુ મળે છે સોનાના ઘરેણા

Published on: 10:22 am, Sun, 1 August 21

આપણે ઘણા રહસ્યમય મંદિરો વિશે સાંભળ્યું જ હશે. આપણાં દેશમાં લાખો મંદિર છે. તમને દરેક ગામડા, શહેરમાં અનેક મંદિર મળી જશે, તેમાંય એવા ઘણાં મંદિર છે. જે પ્રાચીન કાળના રહસ્યો છુપાવીને રાખ્યા છે. મંદિરની પોતાની અલગ ઓળખ તથા મહત્ત્વ છે. આમાંથી જ એક મંદિર છે મહાલક્ષ્મીનું મંદિર. જાણવા મળ્યું છે કે, આ મંદિર મધ્યપ્રદેશના રતલામના માણકમાં સ્થિત છે. આ એકદમ અનોખું મંદિર છે. અહીંયા ભક્તોને પ્રસાદમાં મીઠાઈ નહીં, પરંતુ ઘરેણાં આપવામાં આવે છે.

જાણવા મળ્યું છે કે, આ મંદિરમાં જે પણ ભક્ત આવે છે તે પોતાના ઘરે સોના-ચાંદીના સિક્કા લઈને જાય છે. રતલામના આ મહાલક્ષ્મીના મંદિરમાં વર્ષોથી ભીડ હોય છે. ભક્તો આ મંદિરમાં કરોડો રૂપિયાના ઘરેણા ચઢાવે છે ઉપરાંત રોકડ રકમ પણ ચઢાવે છે. દીવાળીના તહેવારમાં ધનતેરસથી લઈ પાંચ દિવસ સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. દીવાળીના દિવસે આ મંદિરને ફૂલોથી નહીં પરંતુ, ઘરેણા અને રૂપિયાથી શણગારવામાં આવે છે.

દીવાળીના શુભ પ્રસંગે આ મંદિરમાં ધનકુબેરનો દરબાર ભરવામાં આવે છે. આ દરમિયાન, ભક્તોને પ્રસાદ તરીકે ઘરેણા અને રૂપિયા પણ આપવામાં આવે છે. દીવાળીના દિવસે 24 કલાક મંદિરના દરવાજા ખુલ્લા રહે છે. આ મંદિર અંગે કહેવામાં આવે છે કે, ધનતેરસના દિવસે અહીં મહિલાઓને કુબેરની પોટલી આપવામાં આવે છે. જે પણ ભક્તો અહીંયા આવે છે, તે ક્યારેય ખાલી હાથે પરત જતો નથી. પ્રસાદ તરીકે તેના હાથમાં કંઈકને કંઈક તો આપવામાં આવે છે.

જાણવા મળ્યું છે કે, આ મંદિરમાં ઘરેણા તથા રૂપિયાનો ચઢાવો કરવાની પરંપરા દાયકાઓથી ચાલે છે. પહેલાં અહીંયા રાજા રાજ્યની સમૃદ્ધિ માટે મંદિરમાં ધન વગેરે ચઢાવવામાં આવતા હતા. હવે ભક્તો અહીંયા પૈસા તથા ઘરેણા માતાના ચરણોમાં મૂકે છે. આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશાં રહે તેવી માન્યતા છે. અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.