ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ: આગામી 5 દિવસ મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, માછીમારોને અપાઇ ચેતવણી

177
Published on: 1:57 pm, Tue, 16 August 22

હાલ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.’

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના:
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે વધુમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

ગઇકાલે અમદાવાદમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી:
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોદી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

શહેરના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.