વેલેન્ટાઇન પર પ્રેમી યુગલો રોમેન્ટિક બનતાં હોય છે. પરંતુ હાલમાં ગઈકાલે સુરતનાં કામરેજ વિસ્તારમાં બની એવી ઘટના કે જાણીને તમે પણ ધ્રુજી ઉઠશો. સુરતમાં R.V. પટેલ કૉલેજમાં ભણતો યુવક એક યુવતી સાથે પ્રેમના સબંધમાં બંધાયો હતો. સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ છોકરીનાં મોટાપપ્પા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. ગઈકાલે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. સુરતના પાસોદરા નજીક એક તરફી પ્રેમમાં શખ્સ હત્યારો બન્યો છે. હુમલા દરમિયાન યુવતીના ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા.
પ્રેમી યુવકે યુવતીના ભાઈ અને પિતા પર પણ હુમલો કર્યો હતો. હત્યા-હુમલો કર્યા બાદ સનકી યુવકે ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. કામરેજ પોલીસે ઘટનાને પગલે કાર્યવાહી શરૂ કરી છે. કેટલાં દિવસથી યુવક તે છોકરીનો પીછો કરતો હતો.
View this post on Instagram
જે બાદ તે યુવતીના મોટાપપ્પા ગુસ્સે થઈ જતાં યુવકને ઠપકો આપ્યો હતો. પરંતુ ગઈકાલે અચાનક જ છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.
યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.