દીકરીના પહેલા જન્મદિને માતા-પિતાએ ગરીબ બાળકોને શૈક્ષણિક કીટ આપીને કરાવ્યો નાસ્તો

Published on: 9:49 am, Sun, 5 September 21

આજના સમયમાં જન્મદિનની ઉજવણીનો ક્રેઝ સતત વધતો જઈ રહ્યો છે. પોતાના સંતાનોના જન્મદિન પર મોટાભાગના માતા-પિતાને પણ ખુબ જ આનંદ હોય છે પણ મૂળ સૌરાષ્ટ્રમાં આવેલ ધામેલ ગામના વતની તેમજ હાલમાં સુરત રહેતા રાહુલ ભુપતભાઇ ગોગદાણી કે, જેઓ સ્પાર્ટન ગ્રુપ સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છે.

તેમણે પોતાની એક વર્ષની દીકરી સ્વરાના જન્મદિન પર સુરતમાં કાર્યરત યુવા જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટની સાથે મળીને 50થી વધારે બાળકોને શૈક્ષણિક કીટ અને સૂકો નાસ્તો આપ્યો છે. હાલમાં જયારે આજના યુવાનો પોતાનો જન્મદિન મોંઘી કેક તેમજ ફાલતુ ખર્ચો કરીને પૈસા તથા ખાદ્યપદાર્થોનો બગાડ કરતા જોવા મળે છે.

આ અન્ન પોતાના પેટમાં તો નહીં પરંતુ કચરામાં જાય છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મદિન ખૂબ મહત્વનો હોય છે. જેથી તમામ લોકો વ્યક્તિ એવું ઇચ્છતા હોય છે કે, તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ તેમજ સારો રહે. આની સાથે-સાથે એવું પણ ઈચ્છતા હોય છે કે, આવનાર સમયમાં તેમનું જીવન સુખમય તથા ભવિષ્ય ઉજ્જવળ રહે.

આની ઉપરાંત, લોકો તેમના જન્મદિવસ પર મિત્રોની સાથે પણ પાર્ટી કરતા હોય છે. જન્મદિવસની ઉજવણી કરવી યોગ્ય છે પણ લોકો આજના સમયમાં દારૂ વગેરેનું સેવન પણ કરે છે જે ખૂબ જ ખોટું છે. જન્મદિવસની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે જરૂરતમંદોની સેવા કરવી અને દાન કરવું.

જન્મદિવસના દિવસે, જરૂરિયાતમંદોને ખવડાવવુ જોઈએ. કારણ કે, અન્નદાન એક મહાન દાન છે. આની ઉપરાંત, કોઈની મદદ કરવાથી તમને અલૌકીક આનંદની પ્રાપ્તિ પણ થાય છે. આમ, આ માં-બાપે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…