આજે અખાત્રીજનાં દિવસે આ એક વસ્તુ ઘરમાં લાવવાથી તમામ દુઃખો થશે દુર અને ખુલી જશે ભાગ્ય

895
Published on: 10:53 am, Tue, 3 May 22

આજે છે અખાત્રીજ. આપણે જાણીએ જ છીએ કે, હિન્દુધર્મમાં અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજનું ખાસ મહત્વ છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અખાત્રીજનો દિવસ શુભ કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અખાત્રીજના દિવસે કોઇપણ શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.

અખાત્રીજના દિવસે શુભ કાર્યની શરૂઆત કરવા કોઇપણ જાતનું મુહૂર્ત જોવામાં આવતું નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, અક્ષયતૃતીયાના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. લગ્ન પ્રસંગ માટે અક્ષય તૃતીયાને દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

આજના સમયમાં દરેક મનુષ્ય અનેક પ્રકારની સમસ્યામાં પીડાતો હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે. ત્યારે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત આ દિવસે કરવામાં આવે તો તેમાં અવશ્ય સફળતા મળે છે.

હિન્દુ ધર્મમાં અક્ષયતૃતીયાના દિવસે એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, કોઈ પણ ચમત્કારી ઉપાય શુદ્ધતા અને પવિત્રતા સાથે કરવામાં આવે તો તેમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.

જણાવી દઈએ કે, હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષયતૃતીયાના દિવસે એવી કેટલીક વસ્તુઓ બતાવવામાં આવી છે જેને તમારે તમારા ઘરે અવશ્ય લઈ આવવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, અક્ષયતૃતીયાના દિવસે જો તમે આ એક વસ્તુ તમારા ઘરે લઇ આવશો તો તમારી કિસ્મત જાગી જશે. આ ઉપરાંત, હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં એવાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

કહેવાય છે કે, આ દિવસે દાન પુણ્ય કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ જરૂરીયાત મંદ વ્યક્તિ તમારા ઘરે દાન માંગવા માટે આવે તો તેને અવશ્ય દાન આપવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે ભોજન અને કપડાંનું દાન કરવાથી તેનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ધન અને અનુદાન કરવાથી ઘર-પરિવારમાં ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે અક્ષય દાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે દરેક મનુષ્ય યથાશક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરવું જોઈએ. આવું કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, અક્ષયતૃતીયાના દિવસે ચાંદીનો સિક્કો જો તમારા ઘરમાં પૂજાસ્થાન અથવા તો તમારા ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા બની રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…