આજના રવિવારના શુભ દિવસે આ રાશિના જાતકો પર સૂર્યદેવ કરશે ધનવર્ષા

Published on: 6:48 pm, Sat, 15 May 21

મેષ: આજે પ્રગતિને લગતાં સારા સમાચાર મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરશે.  ઘરના વડીલ સભ્યના સ્વાસ્થ્યની સંભાળ રાખો. સામાજિક ગતિવિધિઓમાં કાર્ય કરતી સમયે થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકોના કારણે બદનામી કે ગેરસમજ ઊભી થઇ શકે છે.

મિથુન: તમારા ઉદાર દૃષ્ટિકોણથી ઘણા લોકો પ્રભાવિત થશે. સમય રહેતાં જ જૂના મતભેદો તથા ગેરસમજને તમે ઉકેલી શકશો. બાળકોને અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. ક્યારેક પરિવારને લઇને મનમાં અસુરક્ષા જેવી ભાવના આવી શકે છે. આ માત્ર તમારો વહેમ જ રહેશે. આવક સાથે-સાથે ખર્ચો પણ વધશે.

સિંહ: ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના મહેમાનોના આવવાથી ઉમંગનું વાતાવરણ રહેશે. બધા સભ્યો એકબીજા સાથે મળીને આનંદની અનુભૂતિ કરશે. કોઇ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્યારેક વાતચીત દરમિયાન તમારાથી એવી વાત બોલાઇ શકે છે જે સંબંધો માટે ખરાબ સાબિત થશે. એટલે તમે તમારા ગુસ્સા અને આવેગ ઉપર કાબુ રાખો.

તુલા: કામકાજને લઇને થોડી પોઝિટિવ મુસાફરીનો પ્લાન બનશે. જે આર્થિક રીતે ખૂબ જ ફળદાયી સાબિત થશે. બાળકોને લઇને કોઇ વિશેષ કાર્ય પૂર્ણ થવાથી રાહત અનુભવ કરશો. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે. રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ માનો, નુકશાનથી બચી જશો.

ધન: થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યા સંબંધીઓ તથા પરિવારના લોકોના સહયોગથી પૂર્ણ થઇ જશે. જેના કારણે તમે પોતાને તણાવથી મુક્ત અનુભવ કરશો. વિદેશમાં જઇને અભ્યાસ માટે મહેનત કરી રહેલાં વિદ્યાર્થીઓને ઓછી મહેનતે લાભ મળી શકે છે.  જમીન માટે ઉધાર લેવાની યોજના બનશે, ચિંતા કરશો નહીં ઉધાર ધીમે-ધીમે ચૂકવાઇ પણ જશે. કોઇ નજીકના મિત્ર સાથે વિવાદ ઉભો થઇ શકે છે.

કુંભ: આજે પરિવારના સભ્યોને એકબીજા પાસેથી અપેક્ષાઓ રહેશે અને તમે તેના કામ પૂર્ણ કરવામાં સમર્થ પણ રહેશો. તેમનું સુખ તમને ખૂબ જ શાંતિ પ્રદાન કરશે. આજનો દિવસ ધનને લગતાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ છે.  સંબંધીઓ સાથે ધનની લેવડ-દેવડ કરવાથી સંબંધોમાં વિવાદ ઉભા થઇ શકે છે. ગુસ્સા અને આવેગના કારણે અનેકવાર બનતું કામ પણ અટકી જશે.