મોટાભાગના લોકો નહીં જાણતા હોય શરદ પુનમનાં પરમ પવિત્ર દિવસે પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરા વિશે

98
Published on: 3:23 pm, Mon, 18 October 21

નવરાત્રી બાદ ધર્મગ્રંથોમાં થોડા જ દિવસોમાં આવી રહેલ શરદ ઋતુની પુનમમાં એટલે કે, આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જતા હોય છે એટલે કે, આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી તેમજ આગળના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા રહેલી છે.

આ વર્ષે પંચાંગ ભેદ હોવાને લીધે શરદ પૂનમની તારીખને લઈ દેશમાં અમુક જગ્યાએ મતભેદ રહેલો છે. એનું એકમાત્ર કારણ એ જ છે કે, થોડા કેલેન્ડરમાં 19 તેમજ થોડા પંચાંગ મુજબ 20 ઓક્ટોબરે શરદ પૂનમનાં પર્વની ઊજવણી કરવામાં આવે છે.

જ્યોતીષ વિદ્વાનોનો મત મુજબ 20 ઓક્ટોબરે શરદ પૂનમ:
જ્યોતિષ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો. વિનય કુમાર પાંડે જણાવે છે કે, જ્યારે આસો માસની પૂનમ 2 દિવસ હોય તો બીજા દિવસે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે, તિથિ ભેદની સ્થિતિમાં જ્યારે પૂનમ તેમજ એકમ એક જ દિવસે હોય ત્યારે શરદ પૂનમનાં પર્વની ઊજવણી કરવામાં આવે છે.

વ્રત તથા પર્વની તિથિ નક્કી કરનાર ગ્રંથ નિર્ણય સિંધુમા પણ તેનો ઉલ્લેખ કરાયો છે. કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદી જણાવે છે કે, પૂનમ તિથિ 19 ઓક્ટોબરનાં રોજ, મંગળવારની સાંજે 6.45 વાગ્યાથી શરૂ થશે તેમજ બુધવારની સાંજે 7.37 વાગ્યા સુધી રહેશે. આસો માસમાં શરદ પૂનમ પર્વ 20 ઓક્ટોબરે ઊજવાશે.

શરદ પૂનમના દિવસે દીપદાનની પરંપરા:
શરદ પૂનમના પરમ પવિત્ર દિવસે ઐરાવત પર બેઠેલાં ઈન્દ્ર તથા મહાલક્ષ્મીની પૂજા કરવાથી તમામ પ્રકારના સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આની સાથે જ આજના દિવસે વ્રત તેમજ ઉપવાસ પણ કરવો જોઈએ તથા કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ રહેલી છે. આની સાથોસાથ જ રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા તેમજ ઘરમાં રાખવો જોઈએ. આની સાથે જ તુલસી તેમજ પીપળાના ઝાડ નીચે પણ રાખવો જોઈએ. આમ, કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જતો હોય છે.

માન્યતાઃ શરદ પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો-
આજના દિવસે ઔષધીઓની તાકાતમાં વધારો થાય છે. એવી માન્યતા રહેલી છે કે, આજની રાતે ચંદ્રના પ્રકાશમાં જ સોમલતા નામની ઔષધીનો અર્ક કાઢીને રસ બનાવાતો હતો કે, જેને સોમરસ તરીકે ઓળખવામાં આવે છે. આ રસને દેવતાઓ ગ્રહણ કરતા હતાં.

જેને લીધે અમૃત તત્વ તેમજ દેવતાઓની શક્તિમાં વધારો થતો હતો. એવું પણ માનવામાં આવે છે કે, લંકાધિપતિ રાવણ શરદ પૂનમની રાતે ચંદ્રના કિરણોને પોતાની નાભિમાં ગ્રહણ કરતા હતાં. આમ, કરવાથી તેને પુનર્યોવન શક્તિ મળતી હતી જેને લીધે તેની તાકાતમાં વધારો થઈ જતો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…