રાધનપુર-ભાભર હાઈવે થયો લોઈલુંહાણ- રીક્ષા પર ડમ્પર ફરી વળતા ત્રણના ઘટનાસ્થળે જ નીપજ્યા મોત

377
Published on: 4:09 pm, Thu, 3 March 22

રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે આ સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઈવે પર મોડી સાંજે ડમ્પર ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનો કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, રિક્ષામાં સવાર લોકો રાધનપુરના બંધવડ ગામના હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાધનપુર-ભાભર હાઈવે પર બુધવારે સાંજે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. રિક્ષા પર જ ડમ્પરનું વ્હીલ ફરી વળતાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત, એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…