જગતજનની માતા આપની તમામ મનોકામનાઓ કરશે પરિપૂર્ણ- આ રીતે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા

198
Published on: 12:21 pm, Sat, 16 October 21

આજે માતાજીનું નવમું નોરતું છે ત્યારે આજે માં સિદ્ધિદાત્રીને કઈ રીતે પ્રસન્ન કરશો તેમજ કોની કિસ્મતના ખૂલી રહ્યા છે દ્વાર તથા કોણે પ્રેમ પ્રસંગમાં પડશે મુશ્કેલી. જાણો આજે મહાનવમીનાં દિવસે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખોલે માં સિદ્ધિદાત્રી, આ રીતે કરવી જોઈએ પૂજા…

આજે માતાના દિવ્ય સ્વરૂપને પૂજવાનો દિવસ છે ત્યારે માં સિદ્ધિદાત્રી જગતની બધા જ સિદ્ધિઓના દ્વાર ખોલે છે.
કમળઆસન પર માં સિદ્ધિદાત્રી બિરાજમાન છે ત્યારે માતાનું પાવનકારી દર્શન અલૌકિક મુખકાંતિ ધરાવતુ હોય
જીવનું કલ્યાણ કરતું છે.

માતાની સાધનાથી સાધકને પ્રાપ્ત થાય છે દુર્લભ સિદ્ધિ, માં સિદ્ધિદાત્રીના જાપથી સાધકનું મન પવિત્ર થાય છે તેમજ સંસારની તુચ્છ ક્રિયાઓનો સાધક ત્યાગ કરે છે. આજે સાધકનું મન નિર્વાણચક્રમાં લીન થાય છે તેમજ ગજબની સ્ફૂર્તિ સાથે સાધક 8 સિદ્ધિઓનો સ્વામી બને છે.

આ મંત્રનો કરો જાપ:
ઓમ રીમ્ ક્લીમ્ એમ્ સિદ્ધિયે નમ: મંત્રનો જાપ કરવો. કેરી, લીમડો, પલાશ તથા ચંદનના કાષ્ટથી યજ્ઞ કરવો જોઈએ. હવન સામગ્રીમાં સપ્રમાણ જવ તલનો હોમ કરવો જોઈએ. છેલ્લે શ્રીફળનો ગોળો લઈ માતાને આહુતિ આપવી જોઈએ. હવન કર્યા પછી માતાજીને બે હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ.

આજનો શુભ અંક 5 તેમજ શુભ રંગ પીળો અને વાદળી છે. જયારે શુભ સમય બપોરે 12-31 થી લઈને 1-16 વાગ્યા સુધીનો રહેશે. આજે રાહુ કાળ બપોરે 2-17 થી લઈને 3-41 સુધી રહેશે. શુભ દિશા પૂર્વ છે તથા અશુભ દિશા દક્ષિણ છે. સવાયા માપમાં સુખડીનું નિવેધ ધરવું જોઈએ. ક્રોધમાં ખોટા વચનો ના બોલવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…