ગુજરાતનાં ખેડૂતો માટે માઠા સમાચાર: NPK અને DAP ખાતરની કિંમતમાં થયો તોતિંગ વધારો- જાણો આજના નવા ભાવ

399
Published on: 10:55 am, Sat, 2 April 22

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ(Russia and Ukraine war)ના કારણે આપણા દેશમાં બધી જ વસ્તુઓમાં ખુબ જ ભાવ વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ ખાતરમાં અસહ્ય ભાવ વધારાના સંકેત અપાયા હતા. રાજકોટ ખાતે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ખાતરમાં મોટો ભાવ વધારો આવશે. ત્યારે હવે આજે ખાતરમાં ભાવ વધારો થઇ ચૂક્યો છે.

હવે ડીએપી ખાતરમાં રૂ.150નો ભાવ વધારો અને NPKમાં રૂ. 285નો ભાવ વધારો થયો છે. હવે DAPની બોરી રૂ. 1350 ભાવમાં મળશે અને હવે NPK ખાતર રુ. 1470 રુપિયામાં મળશે. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતે મીડિયાને સંબોધતા સંકેત આપતાં જણાવ્યું હતું કે, આગામી થોડા જ દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવશે.

રશિયા વિશ્વના એમોનિયમ નાઈટ્રેટના બે તૃતીયાંશ ઉત્પાદન કરે છે. રશિયા વિશ્વમાં તેનો સૌથી મોટો નિકાસકાર છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે, વિશ્વભરમાં પાકનું ઉત્પાદન મોંઘું થશે. તેનાથી ખાદ્ય ફુગાવો વધવાની શક્યતા છે. અમેરિકામાં ખાદ્ય ફુગાવો 6%ની ઉપર પહોંચી ગયો છે. ભારત યુક્રેનમાંથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની આયાત કરે છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે દેશમાં ખાતરની અછત સર્જાઈ શકે છે.

રશિયા-યુક્રેન વચ્ચે થઈ રહેલાં યુદ્ધની અસર ધીમે ધીમે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. પહેલા ક્રુડ ઓઈલના ભાવ વધતાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ખુબ જ મોટો વધારો થયો છે, તેમણે જણાવ્યું હતું કે, 2014માં ખાતર ઉપર 70 હજાર કરોડની સબસીડી આપવામાં આવી હતી. જેની સામે ગત વર્ષે સરકારે 1.35 લાખ કરોડની સબસીડી સરકારે ખેડૂતને આપી છે. આમ ફરી એક ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…