ઓમિક્રોનથી પહેલું મોત થતા લોકોમાં ફફડાટ- જાણો અતિ મહત્વના સમાચાર

239
Published on: 10:01 am, Tue, 14 December 21

હજુ તો કોરોના શાંત થયો નથી ને, વિશ્વના વિવિધ દેશોમાં ઓમિક્રોન નામનો વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશમાં પણ દિવસેને દિવસે ઓમિક્રોન વાયરસની સંખ્યા વધી રહી છે. કહેવાય છે કે કોરોના કરતા પણ ખતરનાક ઓમિક્રોન વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ વાયરસમાં દસ્તક દીધી છે. પરંતુ હાલ એક એવા સમાચાર આવ્યા છે જે દરેકની ચિંતામાં વધારો કરશે.

ઓમીક્રોનથી પહેલું મોત થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના ઘટાડા સાથે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ હાલ આ એક નવા વાયરસના કારણે લોકો ફરીથી સક્રિય અને સતર્ક થયા છે. હાલ સુરત સહીત ગુજરાતમાં ઘણા મોટા શહેરોમાં ઓમિક્રોન વાયરસે દસ્તક દીધી છે અને લોકો ઓમિક્રોનને લઈને સક્રિય પણ થયા છે.

મળતી માહિતી અનુસાર, કોરોનાવાયરસના આ નવા વેરિયન્ટ ગણાતા ઓમિક્રોનને કારણે વિશ્વનું સૌથી પહેલું મોત થયું છે. યુનાઈટેડ કિંગડમ એટલે કે યુકેમાં ઓમિક્રોનના કારણે સૌથી પહેલું મોત થયું છે. વિશ્વનો આ પહેલું મૃત્યુ થતાં લોકોમાં ચિંતાનો દર વધ્યો છે. તમને જણાવી દઈએ કે આ વાતની પુષ્ટી યુકેના પીએમ એ જ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…