દર બીજા દિવસે ડબલ થઇ રહ્યા છે અત્યંત ખતરનાક ઓમિક્રોનના કેસ- ભારતમાં આવી શકે છે સૌથી ખરાબ પરીસ્થિતિ

261
Published on: 10:30 am, Tue, 14 December 21

હાલ ઓમીક્રોન વાયરસે વેગ પકડ્યો છે, ત્યારે દર બે દિવસે આ વાયરસના કેસ બમણા થઈ રહ્યા છે. ભારત માટે પણ આ વાયરસ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ ઓમીક્રોન વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે. 24 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકામાં મળી આવેલા આ વાયરસના કારણે આજે આખી દુનિયા ધ્રુજી રહી છે. ભારત દેશની વાત કરીએ તો, ભારતના મોટાભાગના શહેરોમાં ઓમીક્રોન વાઇરસે દસ્તક આપી દીધી છે.

WHOએ માહિતી આપતા જણાવ્યું છે કે, ડેલ્ટા કરતા પણ વધુ ફેલાવનારો છે આ વાયરસ, સાથોસાથ કોરોનાની વેક્સીનની અસરને પણ ઓછી કરી નાખે છે. વિશ્વના દરેક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો આ વાયરસને લઈને ચિંતામાં છે. હાલ કોઈ ડોક્ટર કે વેજ્ઞાનિક આ વાયરસની દવા બનાવી નથી, દરેક જગ્યાએ રીસર્ચ ચાલી રહ્યા છે. ત્યાં સુધી દરેક લોકોને સાવચેત રહેવાની જાણકારી આપી છે.

આ વાયરસની વાત કરીએ તો, ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્ટડી અનુસાર જાણવા મળ્યું છે કે, દર બીજા દિવસે ઓમીક્રોનના કેશો ડબલ થઇ રહ્યા છે. 121 પરિવારો પર એક રિસર્ચ થયું હતું. જેમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટાની તુલનામાં આ નવો વાયરસ ત્રણ ગણો વધુ સંક્રમણ ફેલાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સિફ વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથન જણાવતા કહે છે કે, દુનિયાને નર્ક દેખાડી ચૂકેલા ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં આ નવા વાયરસ ઓમીક્રોનનું જોખમ ત્રણ ગણું છે.

ભારત માટે કેટલો છે ખતરનાક?
સામાન્ય રીતે ભારતમાં વસ્તીનું પ્રમાણ વધારે હોવાથી અહિયાં પરિસ્થીતી કાબુ બહાર જઈ શકે છે. કારણ કે, આ વાયરલ ખુબ જ ચેપી છે જેના કારણે વધુમાં વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઇ શકે છે. સાથોસાથ રિચર્ચમાં જાણવા મળ્યું છે કે, આવનારા સમયમાં ત્રીજી લહેર પણ આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…