જાણો કેમ અહિયાં લોકો દેવી-દેવતાને છોડી કરે છે બુલેટની પૂજા? આ કહાની સાંભળી ધોળે દિવસે આવી જશે અંધારા

183
Published on: 12:51 pm, Tue, 26 October 21

ભારતમાં લોકોમાં ભગવાન પ્રત્યે ખુબ આસ્થા રહેલી છે. કોઈને પથ્થરમાં ભગવાન મળે તો કોઈ છોડ કે પ્રાણી સામે માથું નમાવે છે. પરંતુ, રાજસ્થાનમાં એક એવી જગ્યા છે કે, જ્યાં લોકો કોઈ મૂર્તિની પૂજા કરતા નથી પરંતુ મોટરસાઈકલની પૂજા કરી રહ્યા છે. તમે પણ વિચારીને આશ્ચર્યચકિત થઈ ગયા હશો પરંતુ આ તદ્દન સાચું છે.

અહીં બાઇકની પૂજા કરવામાં આવે છે અને એવી માન્યતા રહેલી છે કે, બાઇકની પૂજા કરવાથી તેમની રક્ષા થાય છે તેમજ તેમની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. બાઇકનું આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ઘણા લોકો આ વિચિત્ર મંદિર જોવા પણ આવે છે.

આપણે જાણીએ છીએ કે, આ બાઇક શું છે અને તેની પાછળની વાર્તા શું છે કે, જેના કારણે લોકો ઘણા વર્ષો જૂની બાઇકમાં ભગવાનને શોધી રહ્યા છે. આ મંદિર ફક્ત રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા, આરતી કરવા તેમજ તેમની ઈચ્છા પૂરી કરવા માટે આવે છે. આવો જાણીએ શું છે બાઇકની પૂજાની કહાની અને કોની છે આ બાઇક…

આ મંદિર ક્યાં છે?
આ અનોખું મંદિર રાજસ્થાનમાં આવેલ જોધપુર-પાલી હાઈવેથી ફક્ત 20 કિમી દૂર આવેલ છે. જે પાલી શહેર નજીક ચોટીલા ગામમાં આવેલ છે. ભલે લોકો પહેલા તેને જાણતા ન હતા, પરંતુ હવે આ હાઇવે પરથી પસાર થતા તમામ વ્યક્તિ માટે તે એક ખુબ પરિચિત સ્થળ છે.

બાઇક પૂજા પાછળ વાર્તા શું છે?
વર્ષ 1988 ની વાત છે કે, જ્યારે પાલીના રહેવાસી ઓમ બન્ના (રાજસ્થાનમાં રાજપૂત પરિવારના યુવાનો માટે બન્ના શબ્દનો ઉપયોગ કરે છે) પોતાની બુલેટ બાઇક પર જઈ રહ્યા હતા અને અકસ્માત થયો હતો અને રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. વાત એવી છે કે અકસ્માત બાદ આ બાઇકને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી.

આપને જાણીને નવાઈ લાગશે કે, બાઇક ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. આ પછી બાઇક અકસ્માત સ્થળ પર મળી આવ્યું હતું કે, જ્યાં ઓમ બન્નાને અકસ્માત નડ્યો હતો.

બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને પછી આ બાઇક તે જ જગ્યાએ પાછી આવી ગઈ હતી. આવું ઘણીવાર થયું હતું. એવું કહેવાય છે કે, પોલીસે આ બાઇકને સાંકળથી બાંધી રાખી હતી, પરંતુ તેમ છતાં આ બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ હતી.

બાદમાં તેને એક ચમત્કાર માનવામાં આવ્યો હતો તેમજ તે જ જગ્યાએ તે બાઇક લગાવવામાં આવી હતી. આ પછી લોકો તેની પૂજા કરવા લાગ્યા તેમજ લોકોની આસ્થા વધતી ગઈ. આ પછી લોકો માને છે કે, ઓમ બન્ના અને બાઇક તેમની રક્ષા કરે છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરે છે.

એવું કહેવામાં આવે છે કે, જ્યારથી બાઈક મંદિર બન્યું છે ત્યારથી અહીં દુર્ઘટના થઈ છે. આ પછી લોકો દૂર દૂરના સ્થળોથી પૂજા કરવા માટે આવે છે. હવે રાજસ્થાનમાં એક મોટો વર્ગ ઓમ બન્નાની પૂજા કરે છે તેમજ તેમની આરતી, ભજન પણ ખૂબ ગવાય છે.