19માં માળેથી નીચે પડી 82 વર્ષીય મહિલા, પરંતુ પછી એવો ચમત્કાર થયો કે… -જુઓ વિડીયો

151
Published on: 12:07 pm, Sun, 12 December 21

ઘણીવાર નાની એવી બેદરકારી, જીવનું જોખમ ઊભું કરી શકે છે. હાલ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં એક મહિલા કપડાં સૂકવવા બાલ્કનીમાં આવી હતી અને 19 માળેથી નીચે પટકાઈ હતી. પરંતુ ત્યારે જ એવી ઘટના સર્જાઈ હતી કે, મહિલા નો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જોનારાની આંખો ફાટી રહી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ મહિલાની ઉંમર ૮૨ વર્ષ છે. આ મહિલા ગેલેરીમાં કપડા સુકાવવા આવી હતી, પરંતુ થોડી બેદરકારીના કારણે આ મહિલાનો પગ લપસ્યો હતો અને ૧૯માં માળેથી નીચે પડી, પરંતુ નસીબે આ મહિલા બે માળ પછી ૧૭માં માળે ફસાઈ જાય છે અને ઉંધી લટકી જાય છે. તરત જ લોકોએ આ મહિલાને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ત્યારે જ સફળતાપૂર્વક ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ ઘટના દરમિયાન મહિલાને થોડી પણ ઈજા પહોંચી નથી. કહેવાય છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ આવું જ આ મહિલા સાથે થયું હતું. સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું કે, 80 વર્ષે આ મહિલા 19માં માળની બાલકનીમાં સાફ-સફાઈ કરી રહી હતી. તે દરમિયાન પગ લપસતા 19માં માળેથી નીચે પડી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…