
ઓલા ગ્રુપના સીઓએ ઈલેક્ટ્રીક સ્કૂટર નો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે તે મુજબ અટકળો ચાલી રહી છે કે આ મહિનામાં જ લોન્ચ થઈ જશે ઓલા ઈલેક્ટ્રીક સ્કૂટર.આ સ્કૂટર તેના લુક અને ફીચર્સને લીધે બજારમાં પહેલેથી જ ચર્ચિત થઈ ગયું છે.
ઓલા ગ્રુપના સીઇઓ ભાવિશ અગ્રવાલ એ આ સ્કૂટર ની રાઇડ લીધી હતી.તેમને ટેસ્ટ ડ્રાઈવ નો 56 સેકંડ નો વિડીયો પોતાના ટ્વિટર પર મુકીને લોકોને જાણકારી આપી દીધી છે કે હવે ટૂંક સમયમાં જ આ સ્કૂટર લોન્ચ થઈ જશે.
ઓલા કંપની નો ઈલેક્ટ્રીક સ્કૂટર ને લઈને દાવો છે કે,
ઓલા કંપની એ ગયા વર્ષે નેધરલેન્ડના એટ્રેગો બીવી નું અધિગ્રહણ કર્યું હતું અને ઓલા ઈલેક્ટ્રીક ના નામથી પોતાનું એક ઇલેક્ટ્રિકલ વાહન મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવ્યું હતું. હોલા તેના ઈલેક્ટ્રીક સ્કૂટર ને લગતી માહિતી બહાર પાડી નથી. એવું માનવામાં આવે છે કે આ સ્કૂટર માં એલોય વ્હીલ્સ,મોટા સ્ટોરેજ,રીમુવેબલ લિથિયમ આયન બેટરી અને કલાઉડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હશે.
આ સ્કૂટર ની ઝડપ 90 kmph ની હોઈ શકે છે
અગ્રવાલે કહ્યું કે તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.આ સાથે સ્કૂટરમાં એક મોટી બુટ સ્પેસ પણ બનાવવામાં આવી છે. જે બુટ સ્પેસ માં બે હેલ્મેટ મૂકી શકાય તેટલી છે.
તેની રેન્જ 150 Km સુધી ની હશે
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે એક વખત ના ચાર્જિંગ થી 150 કિલોમીટર સુધી નું અંતર કાપી શકે છે ખાસ વાત તો એ છે કે સ્કૂટર માં હોમ ચાર્જ પણ આપવામાં આવશે જેના માટે કોઈ ઇન્સ્ટોલેશનની જરૂર પડશે નહીં અને આ કંપનીનો દાવો છે કે સ્કૂટરમાં માત્ર 36 મિનિટમાં પૂરેપૂરૂ ચાર્જિંગ થઈ જશે.