હિંદુ યુવકને મુસ્લિમ પત્ની અને સાળાએ ગૌમાંસ ખવડાવી મરવા કર્યો મજબૂર- સુસાઈડ નોટ વાચી હૈયું ધ્રુજી ઉઠશે

210
Published on: 11:02 am, Mon, 29 August 22

સુરત(Surat): શહેરમાં હિન્દુ યુવક રોહિતને મુસ્લિમ પત્ની સોનમ અને સાળાએ ગૌમાંસ ખવડાવી દેતાં આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. બે મહિના અગાઉ કરેલ આપઘાતમાં આ ચોંકાવનારો ખુલાસો સુસાઈડ નોટ મળ્યા બાદ થયો છે. જ્યારે પરિવારને સભ્યોએ વધુ એક ચોંકાવનારી બાબતો જણાવતા કહ્યું છે કે, જેમાં મુસ્લિમ યુવતી સોનમે તેની સાથે મિલમાં સાથે કામ કરતી વખતે માયાજાળમાં ફસાવ્યો હતો. ત્યાર પછી મુસ્લિમ યુવતીએ તાવીજ પહેરાવીને વશમાં કરી રોહિતને તેના જ પરિવારથી નોખો કરી દીધો હતો અને એક વર્ષથી રોહિત પત્ની સોનમ સાથે અલગ જ રહેતો હતો.

જાણો શું બની હતી સમગ્ર ઘટના:
ઘટના એવી બની હતી કે, 27 વર્ષના રોહિત સિંઘ ઉધનાના બીઆરસી ડાઈંગ મિલમાં નોકરી કરી રહ્યા હતા. નોકરી કરતા સમયે તેને સોનમ અલી નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. મુસ્લિમ યુવતીના પરિવારજનો દ્વારા આ લગ્ન માટે વાંધા પણ ઉઠાવવામાં આવ્યા હતા અને લગ્ન માટે લગ્નની ના પાડવામાં આવી હતી. પરંતુ તેઓ બાદમાં એક શરતે લગ્ન કરવા માટે માની ગયા હતા કે, રોહિત સિંઘેને પત્ની સાથે અલગ જ રહેવુ પડશે. તેથી રોહિત સિંઘ સોનમ સાથે અલગ રહેતો હતો અને તેણે પરિવાર સાથે સંબંધ પણ તોડી નાખ્યો હતો.

બીજી તરફ જો વાત કરવામાં આવે તો 27 જૂનના રોજ રોહિત સિંધે પોતાના ઘરે બપોરના સમયે આપઘાત કર્યો હતો. ત્યારે રોહિત સિંઘના પરિવારને પણ આ વાતની જાણ કરવામાં આવી ન હતી. ઘરના મકાન માલિક પાસેથી રોહિતના અગ્નિસંસ્કાર કરાવવામાં આવ્યા હતા. રોહિત સિંઘના મોતની તેમના પરિવારને ખબર ન હતી.

ઉલ્લેખનીય છે કે,બે મહિના પછી પરિવારજનોને રોહિતના મોતના સમાચાર મળ્યા હતા. ત્યાર બાદ પરિવાર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોહિતે પોતે લખેલી સ્યૂસાઈડ નોટ મૂકી હતી. જેમાં પોતાના મોત માટે પત્ની અને સાળો જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

મૃતક રોહિતે સ્યૂસાઈડ નોટમાં લખતા જણાવ્યું હતું કે, પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું. જેના કારણે મેં આ પગલું ભર્યું છે. ત્યાર બાદ યુવકના માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે પોલીસ દ્વારા યુપીના રહેવાસી પત્ની સોનમ જાકીર અલી અને તેનો ભાઈ મુક્તાર અલી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…