નુપુર શર્માની હત્યાનું કાવતરું નિષ્ફળ, પાકિસ્તાની ઘૂસણખોની ધરપકડ

221
Published on: 6:44 pm, Tue, 19 July 22

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર આપેલા કથિત નિવેદનનો વિવાદ થંભી રહ્યો નથી. હવે આ કેસમાં રાજસ્થાન પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારત-પાક બોર્ડર પર એક ઘૂસણખોરની ધરપકડ કરતી વખતે પોલીસે નૂપુર શર્માની હત્યાના કાવતરાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પાકિસ્તાનનો આ ઘૂસણખોર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવા ભારત પહોંચ્યો હતો. તે સમયે એવી પણ માહિતી મળી હતી કે આ વ્યક્તિ હિંદુમલકોટ સેક્ટર સ્થિત ખાખાન ચેકપોસ્ટથી દેશની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પંજાબના મંડી બહાઉદ્દીનના રહેવાસી અશરફ વિશે પાકિસ્તાનમાં હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

નૂપુર શર્માને મારવાનો હતો પ્લાન
અશરફના ભારતમાં પ્રવેશ પાછળનો ઈરાદો ઘણો ખતરનાક હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BSFની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ઘૂસણખોર સસ્પેન્ડેડ બીજેપી નેતા નુપુર શર્માની હત્યા કરવા માંગતો હતો. નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના નિવેદનથી અશરફને દુઃખ થયું હતું. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં પ્રવેશ્યા બાદ અશરફ શ્રી ગંગાનગરથી અજમેર દરગાહ જવા માંગતો હતો. અહીં ચાદર ચઢાવીને તેણે નૂપુર શર્માની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આઠમા ધોરણ સુધી ભણેલા અશરફ ઉર્દૂ, પંજાબી અને હિન્દી ભાષાઓ જાણે છે.

પાકિસ્તાનમાં મૌલવીઓની બેઠક
એવું કહેવામાં આવી રહ્યું છે કે, નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાનમાં મૌલવીઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં અશરફ રિઝવાન પણ સામેલ હતો. આ મુલાકાત બાદ જ તેણે નૂપુર શર્માની હત્યા કરવાનો ઈરાદો કર્યો હતો. ઘૂસણખોર પાસેથી કેટલાક ધાર્મિક પુસ્તકો અને બે ચાકુ પણ મળી આવ્યા છે. આરોપીની પૂછપરછમાં અન્ય ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.

નુપુર શર્માને સતત મળી રહી છે ધમકીઓ 
જણાવી દઈએ કે નુપુર શર્માને રેપ અને હત્યાની ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન તેમને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટી રાહત મળી છે. પ્રોફેટ વિરુદ્ધ નિવેદનો કરીને વિવાદોમાં ફસાયેલા શર્મા વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તેમની ધરપકડ પર હાલ પુરતો સ્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
નુપુરે પોતાની અરજીમાં દેશભરમાં નોંધાયેલા વિવિધ કેસોને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી અને ધરપકડ પર રોક લગાવવાની પણ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 10 ઓગસ્ટે થશે. કોર્ટે આદેશ આપ્યો છે કે કેસની આગામી સુનાવણી સુધી નુપુર શર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…