
દુનિયામાં ચા સૌથી વધારે ભારત દેશમાં પીવામાં આવે છે.અમુક લોકો ને ચા નો ટાઈમ ફિક્સ હોય છે અને અમુક લોકો ગમે ત્યારે ચા પીવે છે. તમને જણાવી દઈએ કે ચા ખાલી પેટે પીવાથી એસીડીટીની સમસ્યા પણ ઊભી થાય છે.આજે અમે તમને ચા સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે જણાવીશું.
ચાની સાથે બેસન માંથી બનાવેલ કોઈપણ વાનગી ન ખાવી જોઇએ. બેસનના લોટમાંથી બનેલી વાનગીઓ સાથે ચાનું સેવન કરી એ તો આપણા શરીરના પોષક તત્ત્વો નું પ્રમાણ ઘટવા લાગે છે. જેથી કરીને આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. તેથી બેસન ના લોટમાંથી બનાવેલી વાનગી ચા સાથે ન ખાવી જોઈએ.
કેટલાક લોકો ચાની સાથે એવી વાનગીઓનું સેવન કરે છે કે તે વાનગીમાં લીંબુ નાખવામાં આવેલ હોય છે. ચા અને લીંબુનો રસ સાથે મળે તો આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે તેથી તેનું સેવન આજે અટકાવો.
ચા ગરમ હોય છે જેથી તેની સાથે ઠંડી વસ્તુ નું સેવન કોઈપણ દિવસ કરવું જોઈએ નહીં કેમકે ઠંડુ અને ગરમ વસ્તુ મળીને શરીરના પાચન તંત્રને બગાડી નાખે છે.જો તમારે ચા પીધા પછી ઠંડુ વસ્તુ ખાવું હોય તો તમે બેથી ત્રણ કલાક પછી તેનું સેવન કરી શકો છો.