
હાલમાં મોંઘવારીની સાથોસાથ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ સતત વધારો થતો એ રહ્યો છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, જ્યારે પણ ભારતમાં સૌથી વધારે માઇલેજ ધરાવતી બાઇક અંગેની ચર્ચા કરવામાં આવે ત્યારે હીરો સ્પ્લેન્ડરનું નામ સૌપ્રથમ આવે છે.
આ બાઇકની કિંમત તેમજ જાળવણીનો ખર્ચ એટલો ઓછો હોય છે કે, તે સામાન્ય માણસના બજેટમાં આરામથી બંધ બેસે છે પણ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે કે, સામાન્ય જનતા તેને ચલાવતા પહેલા પણ અનેક વખત વિચાર કરી રહી છે. આજે અમે આપની માટે એક ખુબ સારા સમાચાર લાવ્યા છીએ.
સ્પ્લેન્ડર બાઇક વીજળી પર ચાલશે:
હીરો સ્પ્લેન્ડર બાઇક માટે EV કન્વર્ઝન કિટ માર્કેટમાં લોન્ચ થઈ છે કે, જેઓ હીરો સ્પ્લેન્ડરની ખરીદી કરવાના છે તેમજ પેટ્રોલ પર બચત કરવા માગે છે, તેમના માટે હવે તેમના મનપસંદ બાઇકમાં ઇલેક્ટ્રિક કીટ લગાવીને નાણાં બચાવવાનો ઉત્તમ વિકલ્પ રહેલો છે. આ ઇલેક્ટ્રિક કિટનો ઉપયોગ RTO દ્વારા પણ મંજૂર કરી દેવાયો છે. મહારાષ્ટ્રના થાણેની સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ હાલમાં જ લોન્ચ કરી છે કે, જેની કિંમત 35,000 રૂપિયા રહેલી છે.
એકવખત ચાર્જ કર્યા પર કેટલો સમય ચાલશે?
જો કે, મુખ્ય રકમ સાથે તમારે 6,300 રૂપિયાનો GST પણ ચૂકવવો પડશે તેમજ તમારે બેટરીનો ખર્ચ પણ અલગથી ચૂકવવો પડશે. એકદમ ઇવી કન્વર્ઝન કીટ તેમજ બેટરીની કિંમત 95,000 રૂપિયા હશે. આ પછી તમે હીરો સ્પ્લેન્ડર કેટલી ખરીદી કરો છો તે અલગ વાત છે.
આવી સ્થિતિમાં હીરો સ્પ્લેન્ડર ઇલેક્ટ્રિકની કિંમત ઇલેક્ટ્રિક કીટની સાથે સારી રીતે પડી જશે પણ તે એક વખતના રોકાણ જેવું હશે. તેની કીટ સાથે 3 વર્ષની વોરંટી આપવામાં આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે એક જ ચાર્જ પર કુલ 151 કિમી સુધી ચાલી શકે છે.
ઇલેક્ટ્રિક વાહનનું બમ્પર વેચાણ:
આપને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં સૌથી લોકપ્રિય કંપનીઓએ આવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી નથી કે, જેના અશ્મિભૂત ઈંધણ વેરિએન્ટ બમ્પર વેચાઈ રહ્યા છે. હવે કંપની GoGoA1 એ લોકોની સામે એક વિકલ્પ મૂક્યો છે કે, જે ખુબ મોંઘો છે. આવનાર સમયમાં હીરો, બજાજ તેમજ યામાહા, હોન્ડા સહિત અન્ય ટુ-વ્હીલર કંપનીઓ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરશે.
હાલમાં દેશમાં રિવોલ્ટ ઇલેક્ટ્રિક બાઇકની સાથે અન્ય નાની-મોટી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટરનું બમ્પર વેચાણ થઈ રહ્યું છે ત્યારે થોડા સમય અગાઉ, ગોવાની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા જૂના સ્કૂટરને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાની પહેલ પણ શરૂ કરી દેવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…