હવે વગર ડીઝલે દોડશે ટ્રેક્ટર, દેશમાં પહેલીવાર આવ્યું આ ખાસ ટ્રેક્ટર- જાણો કિંમત અને ખાસીયતો

243
Published on: 10:45 am, Mon, 4 October 21

ભારત દેશ એ કૃષિ પ્રધાનદેશ છે કૃષિમાં ખેડૂતો આધુનિકતામાં ખેતી કરવા થયા છે ખેડૂતો આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયા છે તે સમયે ભારત દેશમાં ઝડપી ઉભરતી ટ્રેક્ટર કંપની સોનાલીકાએ ખેડૂત દિવસ પર બેટરી દ્વારા ચાલતું ટ્રેક્ટર ટાઇગર ઇલેક્ટ્રિક માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે,આ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ ટ્રેક્ટરનો દેખાવ પણ બહુ જ સરસ છે. આ ટ્રેકટરની એક્સ શોરૂમમાં કિંમત લગભગ 5.99 લાખ રૂપિયાથી ચાલુ થાય છે. તેમજ આ ટ્રેકટર 2 ટન ટ્રોલીની સાથે કામ કરી શકે તેમજ તે સમયે એની પ્રતિ કલાકની 24.93 KMની ઝડપ તેમજ આઠ કલાકની બેટરી બેકઅપની સાથે છે.

આ બેટરીવાળું ટ્રેક્ટર ઝડપથી ચાર્જ થાય છે, આ ટ્રેક્ટરોનો ભાવ ડીઝલ ટ્રેકટરો કરતા ઓછી હશે. કંપનીનો એવો દાવો કરે છે કે, ઘરનાં પ્લગથી પણ આ ટ્રેકટરની બેટરી ચાર્જ કરાય છે. આ ટ્રેક્ટરની બેટરી 10 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થાય છે. જેથી તમારે ટ્રેકટરમાં ડીઝલ ભરવા માટેની ચિંતા રહેતી નથી.

આ ટ્રેક્ટરનું ઉત્પાદન ભારત દેશમાં કર્યું છે, પરંતુ તે યુરોપની આધુનિક ટેકનોલોજીથી ડિઝાઈન કર્યું છે. આ કંપનીએ અવાજ તેમજ સારી ડ્રાઇવિંગ રેન્જનાં હેતુસર ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને બજારમાં ઉતારવામાં આવ્યું છે. કંપની દ્વારા નેચરલ કુલિંગ કોમ્પેક્ટ બેટરીનો આ ટ્રેકટરમ ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ક્ષમતા IP 6 કોમ્પ્લિઅન્ટ 25.5 કેડબલ્યુ છે.

આ ટ્રેક્ટર ફુલ બેટરીની સાથે 8 કલાક કામ આપે છે, આ બેટરીવાળું ટ્રેકટર ખેડૂતો માટે બહુ જ અનુકૂળ પુરવાર થશે. જે 2 ટન ટ્રોલી અને આશરે 8 કલાકની બેટરી બેકઅપની સાથે કામ કરતી વખતે કલાકનાં 24.93 KMની ઝડપથી ચાલશે. કંપની ફાસ્ટ ચાર્જિંગ સુવિધા પણ આપવામાં આવે છે. તેની સાથે ટાઇગર ઇલેક્ટ્રિક ફક્ત 4 કલાકમાં ચાર્જ થાય છે .

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…