હાલના સમયમાં જ દેશના કરોડો લોકોએ આધાર કાર્ડ અને પાન કાર્ડને લીંક કરાવ્યું છે, પરંતુ હવે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ લીંક કરાવવું પડશે. લોકસભામાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બીલ પસાર પણ થઇ ચુક્યું છે. રાષ્ટ્રીય કાયદા પ્રધાને લોકસભામાં આ ચૂંટણી સુધારણા બીલ રજુ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટે આ ફેરફારોને મંજૂરી આપી દીધી છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં ફેરફાર કરવામાં આવશે.
ચૂંટણી કાર્ડમાં થઇ શકે છે ફેરફાર
રજુ થયેલા આ બીલમાં જણાવ્યું છે કે, હાલના સમયમાં થઇ રહેલા નકલી મતદાનને અટકાવવા માટે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નકલી મતદાનોને અટકાવવા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત થશે.
કેવી રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવું?
સૌ પ્રથમ https://voterportal.eci.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ચૂંટણી આઈડી નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું પડશે. ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર પાસવર્ડ દાખલ કરી લો.
ત્યાર પછી જીલ્લો, રાજ્ય સહીત વ્યક્તિગત વિગતો દાખલ કરી લો. આખું ફોર્મ ભર્યા પછી ‘સર્ચ’ બટન પર ક્લિક કરો. ત્યારપછી જો, તમારી વિગતો સરકારી ડેટાબેઝ સાથે મેળ ખાતી હશે તો, વિગતો સ્ક્રીન પર દેખાશે. જો તમારી વિગતો સામે દેખાય તો પછી, સ્ક્રીનની ડાબી બાજુએ દેખાતા વિકલ્પ ‘ફીડ આધાર નંબર’ પર ક્લિક કરો.
ત્યારપછી પોપ-અપ પેજ ખુલશે, અને તે પેજમાં તમારું આધાર કાર્ડ, આધાર નંબર, ચૂંટણી નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ દાખલ કરી લો. આ બધી જ વિગતો ચકાસીને દાખલ કરી, એકવાર જાતે જ તપાસી લેકો અને છેલ્લા ભાગમાં ‘સબમિટ’ બટન દબાવી દેજો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…