ખેતરમાં મજૂરી ખર્ચ ઘટાડવા માટે ઉપયોગ કરો ફ્રૂટ ગ્રેડિંગ મશીન- ખેડૂતો માટે ખાસ જાણવા જેવી માહિતી

Published on: 7:18 pm, Sun, 4 July 21

બજાર માં જોવા જઈએ તો સમાન કદના ફળોને વધુ પસંદ કરવામાં આવે છે અને તેમની કિંમત પણ વધારે મળે છે. તેથી ખેડૂતો સમાન કદના ફળોનું ગ્રેડિંગ અને શોર્ટિગ કરે છે. ઘણા ખેડૂતો આ કામ મજુરો દ્વારા હાથથી કરાવે છે આ કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે.

આ બધી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખીને ભોપાલમાં આવેલી કેન્દ્રીય કૃષિ ઇજનેરી સંસ્થાએ ગોળાકાર ફળોના ગ્રેડિંગ માટે એક મશીન બનાવ્યું છે, જેનું નામ ફ્રૂટ ગ્રેડર રાખવામાં આવ્યું છે.આ મશીનમાં એક ગ્રેડિંગ યુનિટ, 36 બેલ્ટ કન્વેયર્સ અને એક ફીડિંગ યુનિટ છે. મશીનમાં એક ફ્લેપ હોય છે જે ફળોનું ગ્રેડિંગ કરવાનું કામ કરે છે.

આ મશીનને 30 થી 145 મી.લી.ની વચ્ચે સેટ કરી ફળોને પાંચ અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે.ખેડૂતો એવું વિચારતા હોય છે કે મશીનથી ગ્રેડિંગ કરવામાં આવે તો ફળોને નુકસાન થશે, પરંતુ એવું બિલકુલ નથી. આ મશીનની કિંમત પણ વધારે નથી.

તેને ખરીદવા માટે ખેડૂતોએ માત્ર 80 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે અને મશીન તમારા ઘરે આવી જશે.એક ઉદાહરણ સમજીએ કે મૌસંબીની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે, જ્યારે ગ્રેડેડ ફળો 25 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ પરિસ્થિતિ માં આ ગ્રેડર મશીનનો ઉપયોગ કરવાથી ખેડૂતોનો ખર્ચ ઓછો થઈ જશે અને નફો પણ વધશે.