આ કંપનીનો સ્માર્ટફોન વાપરતા લોકો ચેતીજજો! વિસ્ફોટ સાથે આગ લગતા વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

355
Published on: 10:42 am, Sun, 17 July 22

iPhone વિશ્વના શ્રેષ્ઠ ફોનમાંનો એક ગણાય છે. તેના ફીચર્સ પણ ઘણા સારા છે. પરંતુ એક વ્યક્તિ માટે તેનો આઈફોન ઘણો ખતરનાક અને ઘાતક સાબિત થયો છે. તે વ્યક્તિ તેનો આઇફોન ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક તેના ફોનમાં વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં વ્યક્તિને આંખોમાં વધુ ઈજાઓ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની આંખોની રોશની પણ જઈ શકે છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના બ્રાઝિલની જણાવવામાં આવી રહી છે. આ ઘટના ઉત્તર બ્રાઝિલના સિએરામાં એક વ્યક્તિ સાથે બની હતી. આઈફોનમાં વિસ્ફોટ થવાને કારણે વ્યક્તિને આંખમાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જેથી તેના પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત સારી નથી અને પરિવારના સભ્યો સારા આંખના નિષ્ણાતની શોધમાં છે.

ફોનમાં ધડાકા સાથે આગ લાગી:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિએન્ડ્રો બ્રાઝિલ સિલ્વા નામના 28 વર્ષના વ્યક્તિએ 3 મહિના પહેલા iPhone 8 ખરીદ્યો હતો. આ ઘટના અંગે યુવકની બહેને જણાવ્યું કે તે દિવસે પરિવારના સભ્યો માતા સાથે જમવા માટે ભેગા થયા હતા. બધા લિવિંગ રૂમમાં હતા. લિએન્ડ્રો રસોડામાં હતો અને તેનો ફોન ચાલુ કરી રહ્યો હતો. ત્યારે એકાએક જોરદાર અવાજ સંભળાયો અને તે બૂમો પાડવા લાગ્યો કે મારી આંખો ફાટી ગઈ છે. અવાજ સાંભળીને બધા ડરી ગયા અને રસોડામાં દોડી ગયા. ત્યાં તેણે જોયું કે ફોનમાં આગ લાગી હતી.

આંખોની રોશની ગુમાવવાનો ભય રહે છે:
પરિવારના સભ્યોએ પહેલા તેની આંખો ધોઈ અને પછી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. લિએન્ડ્રોની બહેને જણાવ્યું કે ડોક્ટરોએ પહેલા તેને એનેસ્થેસિયા આપ્યો કારણ કે દુખાવો ખૂબ હતો. ડોકટરોએ તેની આંખોના ઓપરેશન વિશે પણ જણાવ્યું છે. જો ઝડપથી કંઈ કરવામાં ન આવે તો લિએન્ડ્રોની આંખોની રોશની પણ જઈ શકે છે.

એપલ પાસેથી માંગવામાં આવ્યો જવાબ:
જે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે ત્યાં કોઈ આંખના નિષ્ણાત નથી, તેથી પરિવારના સભ્યો સારા આંખના નિષ્ણાતની શોધમાં છે. અહેવાલો અનુસાર, એપલ કંપની પાસે પણ આ ઘટના અંગે જવાબ માંગવામાં આવ્યો છે અને કંપનીના જવાબની રાહ જોવાઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…