હાય રે મોંઘવારી! હવે સમાન્ય જનતાને નાહવું અને કપડા ધોવા પણ મોંઘા પડશે

Published on: 12:29 pm, Wed, 8 September 21

સામાન્ય માણસને મોંઘવારીનાં યુગમાં સ્નાન કરવું અને કપડાં ધોવા પણ મોંઘા પડી રહ્યા છે. માર્કેટ વેલ્યુએશન દ્વારા દેશની સૌથી મોટી લિસ્ટેડ ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની (FMCG) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડએ ડિટર્જન્ટની કિંમતમાં 3.5 નો વધારો કર્યો છે.

એફએમસીજી સ્ટોકિસ્ટ અને ડીલરોએ કહ્યું છે કે, મોટાભાગની ડિટરજન્ટ વેરાયટીમાં ભાવમાં વધારો થયો છે, પરંતુ મહત્તમ ભાવ વધારો હાઇ-એન્ડ કેટેગરી સર્ફ એક્સેલમાં થયો છે. HUL એ સર્ફ એક્સેલ ઇઝી વોશમાં 3kg પેકની કિંમત 10 ટકા વધારીને 330 રૂપિયા અને તેના 1 કિલોના પેકના ભાવમાં 9 ટકાનો વધારો થતા 109 રૂપિયાના ભાવ થયો છે. તેવી જ રીતે, સર્ફ એક્સેલ ક્વિક વોશ 1kg પેકની કિંમત 11% વધીને 200 રૂપિયા થઈ ગઈ છે.

રીન ડિટર્જન્ટ પાવડરના 1 કિલોના પેકની કિંમત 8 ટકા વધારીને કંપનીએ 70 રૂપિયા કર્યા છે, જ્યારે 1 કિલો પેક ઓફ વ્હીલની કિંમત 3.5 ટકા વધારીને 57 રૂપિયા કરી છે. વિમ બાર 300g ની નવી કિંમત હવે 22 રૂપિયા છે, જે પહેલા 20 રૂપિયા હતી. ગ્રામીણ વિસ્તારોમાં વેચાતા સસ્તા ડિટર્જન્ટના ભાવમાં પણ કંપનીએ વધારો કર્યો છે.

કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર ઉલ્લાસ કામથે કહ્યું હતું કે, જ્યોતિ લેબ્સને ઓપરેટિંગ માર્જિનમાં ખર્ચમાં વધારાને કારણે નુકસાન થઈ શકે છે. પામ તેલનો ઉપયોગ સાબુ બનાવવા માટે થાય છે. ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાંથી પામતેલની આયાત કરવામાં આવે છે. ભારત તેની કુલ આયાત માંથી 70% પામતેલ ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે અને મલેશિયા પાસેથી 30% પામતેલ આયાત કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…