હવે ઘરે જ બનાવો ખેડૂતો માટે અમૃત કહેવાતું છાણીયું ખાતર

Published on: 10:57 am, Mon, 5 July 21

ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે.

છાણીયું ખાતર બનાવવાની રીત
સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢો અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે.

અન્ય રીત: જરૂરી વસ્તુઓ;
ગાય નુ છાણ ૧૦૦ કિલો
કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
ગૌમુત્ર

જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો.

આ ખાતર બન્યા પછી તમે તેને ખેતર માં જેમ છે તેમ પણ નાખી શકો છો અને તમે તેમાં મિશ્રણ કરીને પણ નાખી શકો છો.

આ કરવાથી થોડાજ દિવસોમાં તમારો પાક ખૂબ જ સારી રીતે પાકશે અને તેની ગુણવત્તા પણ સારી હશે.આ ખાતર ની કોઈ આડઅસર નથી.