હવે ખેડૂતો દ્રાક્ષમાંથી કીસમીસ બનાવીને 1 કિલો પર 300 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે- જાણો કેવી રીતે

135
Published on: 2:22 pm, Thu, 8 July 21

કોરોના કાળમાં ફળોની, ફૂલોની કે બીજી અનાજ ની ખેતી હોય ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી છે. અત્યારના સમયમાં પશ્ચિમી ખેડૂતો દ્રાક્ષની ખેતી પર વધારે ધ્યાન આપી રહ્યા છે કેમકે આ દ્રાક્ષ ની ખેતી માં 1 કિલો દ્રાક્ષ ઉપર અઢીસોથી ત્રણસો રૂપિયા નો ફાયદો થઈ શકે છે.

કોરોના કાળમાં દ્રાક્ષ તો ખેતરમાંથી બહાર નીકળી પરંતુ દ્રાક્ષ ના બજાર ભાવ નીચા હોવાથી તેનું બરાબર વેચાણ થયું નહીં. પુણેના એક ખેડૂત યુવાન રોહિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે કાળી દ્રાક્ષ ની માંગ યુરોપમાં વધારે છે યુરોપમાં આ દ્રાક્ષ ની કિંમત 110 રૂપિયા કિલોછે. પરંતુ કોરોના ને કારણે નીકાસમાં સમસ્યા ઓ ઉભી થઇ હતી.અને આપણા દેશમાં તેની માંગ ખૂબ ઓછી છે.જેથી આપણા દેશમાં તેના ભાવ પણ ઓછા છે.

જેથી રોહિતે પુણેમાં દ્રાક્ષના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની મદદ લીધી અને દ્રાક્ષને કિસમિસમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે શીખ્યા. જો હવામાન અનુકૂળ હોય તો દ્રાક્ષને 12-15 દિવસમાં કિસમિસમાં ફેરવી શકાય છે. જો તમને તેમાં સફળતા મળે છે, તો તમે દ્રાક્ષમાંથી બનેલી કિસમિસને 300 રૂપિયા કિલો વેચી ને કમાણી કરી શકો છો. અનુકૂળ હવામાન સાથે, એક વિશેષ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી કોઈપણ ખેડૂત દ્રાક્ષને કિસમિસમાં રૂપાંતર કરી શકે છે.

દ્રાક્ષ માંથી કિસમિસ બનાવવા માટે એક લીટર પાણીમાં 15 મિલી ઈથાઇલ ઓલીયત અને ૨૫ ગ્રામ પોટેશિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. અને ત્યારબાદ આ પાણીનો છટકાવ દ્રાક્ષ પર કરવામાં આવે છે.જો એક એકરમાં દ્રાક્ષની ખેતી કરી હોય તો પછી 150 લીટર પાણીમાં 2.25 ઈથાઈલ ઓલિયેટ અને 3.75 કિલો પોટેશિયમ કાર્બોનેટ નું મિશ્રણ તૈયાર કરો.

આ મિશ્રણને દ્રાક્ષ પર છંટકાવ કરો ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ફરી આ મિશ્રણ બનાવી તેને દ્રાક્ષ પર છંટકાવ કરવો જોઈએ. આ છટકાવ કરવાથી દ્રાક્ષમાંથી ૧૫ ટકા જેટલો ભેજ દૂર થાય છે અને આ દ્રાક્ષ કિસમિસ માં ફરી જાય છે. ત્યારબાદ તમે આ દ્રાક્ષ કિસમિસ તરીકે વેચી શકો છો અને સારો નફો પણ મેળવી શકો છો.