20 કિલો શાકભાજીના 30 રૂપિયા જ મળતા જગતના તાતે શાકભાજી રોડ પર ફેંકી દીધી

Published on: 12:28 pm, Sat, 4 September 21

ખેતરમાં તૈયાર થયેલ પાકનો યોગ્ય ભાવ ન મળતા ઘણીવાર ખેડૂતો વિરોધ દર્શાવતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રાજકોટ જીલ્લામાં આવેલ જસદણ તાલુકાના વીંછિયામાં આ ઘટના બની છે. અહીં રેવાણીયા રોડ પર ખેડૂતોએ ગુવાર સહિતના શાકભાજી રોડ પર જ ફેંકી દઈને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

વીંછિયા પંથકના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો શાકભાજીના ભાવ ફક્ત 30 રૂપિયા જ મળતા હોવાને લીધે ખેડૂતોને ખુબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો તથા દવાઓના રૂપિયા ખર્ચીને પોતાનાં ખેતરોમાં શાકભાજી ઉગાડવામાં આવે છે.

જયારે ખેડૂતો યાર્ડમાં આ શાકભાજી વેચવા માટે જાય ત્યારે પૂરતો ભાવ મળતો ન હોવાને લીધે ખેડૂતો પાયમાલી બાજુ ધકેલાઈ રહ્યા છે. હાલમા વીંછિયા પંથકના ખેડૂતોને શાકભાજી ઉતારવાની પરવાનગી પણ મુશ્કેલ બની ગઈ છે. જો કે, ખેતરમાં એક મજૂરની મજૂરી 300 રૂપિયા ચૂકવાય છે.

જયારે ખેડૂત ખેતરમાં ઉગાડવામાં આવેલ શાકભાજી ઉગાડીને માર્કેટિંગ યાર્ડના વેપારીને વેચવા માટે જાય ત્યારે પૂરતો ભાવ આપવામાં આવતો નથી. આ વિશે વીંછિયા પંથકના ખેડૂતો આક્ષેપ મૂકી રહ્યા છે કે, ખેડૂત શાકભાજી વેચવા માટે જાય ત્યારે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ 20 કિલો શાકભાજીના ભાવ ફક્ત 30 રૂપિયા ચૂકવીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

ત્યારપછી તેજ વેપારીઓ પોતાની દુકાન અથવા તો લારીમાં 20 કિલો શાકભાજી 600 રૂપિયામાં વહેંચીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે વીંછિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરે તેમજ ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ રહેલી છે.

યાર્ડમાં શાકભાજી દેવા તેના કરતા રોડ પર ફેંકી દેવા પોસાય:
યાર્ડમાં પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા નથી એટલે ખેડૂતો રોડ પર ગુવાર સહિતના શાકભાજી ફેંકી રહ્યા છે. યાર્ડમાં વેપારીઓ મણ શાકભાજીના ફક્ત 30 રૂપિયા જ ચુકવે છે. આ ભાવે ખેડૂતોને મજૂરી પણ પોસાતી નથી. રાયધનભાઈ નામના ખેડૂતભાઈ જણાવે છે કે, આજે મારે 15 મણ શાકભાજીના 450 રૂપિયા આવ્યા છે તેમજ આજ શાકભાજી વેપારીઓ લારીમાં મણ દીઠ 600 રૂપિયામાં આપે છે.

કિલો મરચાના 2 રૂપિયા જ મળે છે:
વિક્રમભાઈ નામના ખેડૂતભાઈ કહે છે કે, હાલમાં ગુવાર સહિતના શાકભાજીના એકમણ દીઠ 30 રૂપિયા મળે છે. જ્યારે મરચા એક કિલોના 2 રૂપિયા જ અમને વેપારીઓ ચૂકવે છે. જેને લીધે વેપારીઓ નાછૂટકે પોતાના શાકભાજી રોડ પર ફેંકી રહ્યા છે. એક તરફ ખેડૂતો પર કુદરત પણ રૂઠી ગઇ છે તેમજ ચાલુ ચોમાસામાં ફક્ત 3 ઈંચ વરસાદ પડ્યો છે ત્યારે શાકભાજીના પૂરતા ભાવ મળતા ન હોવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…