સોખડા સ્વમિનારાયણ મંદિરનાં ગુણાતીત સ્વામીનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ…પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

1386
Published on: 11:20 am, Fri, 29 April 22

સ્વમિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામી બ્રહ્મલી થયાના સમાચાર બધાએ સાંભળ્યા જ હશે. હજુ દિવસ પહેલાં આ મંદિર ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. પરંતુ ગુણાતીત સ્વામી બ્રહ્મલી થયા તે શું મર્ડર છે? આ વિશે મળતી માહિતી અનુસાર આજના સમાચારમાં જાણીશું. મૃત્યુ કઈ રીતે થયું તે હરિભાતકો જાણવા માંગતા હતા. ઘણા લોકો વિચારતા હતા કે આ કદાચ મર્ડર હોઈ શકે કે પછી કે તેમણે આત્મહત્યા કરી છે કે હાર્ટ એટેક આવ્યો હશે?

ગઈકાલે સાંજે 7 થી 7:15 દરમિયાન પોતાના રૂમમાં હુંક પર ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો લગાવાયો હતો. પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના CCTV ફુટેજ કબ્જે લીધા હતા. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યુ છે. તેઓ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારમાં પાછા ફરવાનું કહી ચૂક્યા હતા. જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે સ્વામી ગુણાતીતે આત્મહત્યા કરી હતી.

હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી
સોખડા મંદિરના ગુણાતિત સ્વામીના મોતને મામલે કરાયેલી રજૂઆત બાદ પોલીસે અંતિમ ક્રિયા અટકાવી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો. હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી જે બાદ પોલીસ તાત્કાલિકના ધોરણે અંતિમ ક્રિયાના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે SSG હોસ્પિટલમાં સંત ગુણાતીત સ્વામીના પાર્થિવ દેહનું પોસ્ટમોટર્મ કરવામા આવ્યું હતું.

ગુણાતીત સ્વામીના મૃત્યુને લઇને હરિભક્તોએ શંકા વ્યક્ત કરી હતી. ગુણાતીત સ્વામીના નિધન બાદ કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી હતી. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી હરિધામ સોખડા આવ્યા હતા.

સમગ્ર મામલે DSPને રજૂઆત કરવામા આવી હતી. સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ છેલ્લા કેટલાક સમયથી વધુ ચર્ચામાં છે. આ વિવાદ વધુ વકરતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. ત્યારે આ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે બંન્ને પક્ષે સાથે મળી સમાધાન લાવવા માટે ભાર મૂક્યો છે.

કોર્ટે સુનાવણી દરમિયાન બન્ને પક્ષે ટકોર કરતા કેટલીક મહત્વની વાતો પણ કહી. કોર્ટે કહ્યું કે, ‘ બન્નેમાં એક જ ગુરુના શિષ્યો છે,  ગુરુના સ્વર્ગવાસ પછી શું એમના મૂલ્યો જતા રહે? એ તો રહેવાના જ છે. જેથી આ બાબતે નિરાકરણ લાવવામાં આવે. મોટી વાત એ છે કે કોર્ટે એ પણ કહ્યું કે, ‘કોર્ટને ખબર છે કે કોને શું ખૂંચે છે, પણ આટલું સારું કામ કરનાર સંપ્રદાયમાં સાધુઓના વિખવાદ યોગ્ય નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…