
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઉનાળાની શરૂઆતમાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યારેક ઠંડી… ક્યારેક ગરમી… તો ક્યારેક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને ખૂબ જ નુકસાની ભોગવવી પડી છે. મહિલાઓની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી લીધું છે. ત્યારે વધુ એક આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવે અંબાલાલ પટેલ નહીં પરંતુ બાબુલાલ દ્વારા આખા વર્ષ દરમિયાનની આગાહી કરી દેવામાં આવી છે.
બાબુલાલ ની આગાહી અનુસાર, પાંચમા મહિનામાં એટલે કે મે મહિનામાં રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે. બાબુલાલ એ વધુમાં જણાવ્યું કે, માત્ર કમોસમી વરસાદ જ નહીં પરંતુ ભારે પવન સાથે વાવાઝોડું પણ આવશે. આગળ કહેતા જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે આ વર્ષે કેરીના પાકને મોટી માત્રામાં નુકસાન થવાનું છે.
વરસાદને લઈ બાબુલાલે વધુ જણાવતા કહ્યું કે, ગુજરાતમાં 15 મે થી મારે પવન સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, પશ્ચિમી વિક્ષેપને કારણે કમોસમી વરસાદ ખાદકી શકે છે. એટલે કે આવનારા ઓક્ટોબર મહિના સુધી ગુજરાત માટે અતિ ભારે રહી શકે છે. આટલું જ નહીં બાબુલાકે વધુમાં જણાવ્યું કે, વાવાઝોડા સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.
આગાહી કરનાર બાબુલાલની માહિતી અનુસાર, આવનારી સાત જુલાઈથી 14 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે અતિવૃષ્ટિ આવશે. ત્યાર પછી 17 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડું આવી શકે છે. સાથે જ પહેલી ઓક્ટોબરથી ત્રીજી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડશે.
બાબુલાલ એ આગળ જણાવતા કહ્યું, ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાડકી શકે છે. બાબુલાલ ની આગાહી એ રાજ્યના ખેડૂતોની ઊંઘ હરામ કરી છે. ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ચિંતાજનક રહી શકે છે. રાજ્યના ખેડૂતો માટે કપરો સમય રહેશે. વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોને તેમના પાકમાં મોટી માત્રામાં નુકસાન થઈ શકે છે. જેને કારણે ખેડૂતોને હાલાકી નો સામનો કરવો પડી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…