મણદીઠ 80-120 રુપિયાનો ભાવ મળતા રાજ્યના સેકંડો ખેડૂતો થયા પાયમાલ, પડ્યા પર પાટું જેવી સ્તિથી

176
Published on: 1:50 pm, Sat, 25 September 21

શરુ વર્ષ દરમિયાન બટાકાનું વાવેતર કરેલ રાજ્યના ખેડૂતોને એવી આશા રહેલી હતી કે, તેઓને ખુબ સારા ભાવ મળી રહેશે તેમજ આર્થિક સ્થિતિ મજબૂત થશે. જયારે ખેડૂતોની આ આશા ઠગારી નીવડી હોય એવું જાણવા મળું રહ્યું છે. બટાકાના ભાવ તળિયે આવી જતાં ખેડૂતો પાયમાલ થયા છે તેમજ હવે રાજ્ય સરકાર સામે તેઓએ રાહત માટે માંગ કરી છે. સરકાર આર્થિક પેકેજ આપે તેવી માંગણી કરી છે.

દહેગામ બટાકાનું મુખ્ય હબ:
સમગ્ર દહેગામ તાલુકો બટાકાનું મુખ્ય હબ ગણાય છે. જયારે હાલમાં આ વિસ્તારમાં બટાકા પકવતા ખેડૂતોની સ્તિથી કફોડી બની ગઈ છે. બટાકાના ભાવ પ્રતિ 20 કિલોએ ફક્ત 80થી 120 રુપિયા ખેડૂતોને મળી રહ્યા છે કે, જે જરા પણ પોસાય તેમ નથી તો બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ ખેડૂતો ચૂકવી શકે એમ નથી.

ખેડૂતોને કિલોએ 4થી 5 રુપિયા મળી રહ્યા છે:
રાજ્ય સરકારે પહેલા પણ એટલે કે, વર્ષ 2017માં પણ જ્યારે આવી જ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પ્રતિ બેગે 50 રૂપિયાની સબસિડી જાહેર કરવામાં આવી હતી તેમજ ખેડૂતોને મોટા નુકસાનમાંથી ઉગાર્યા હતા. શરુ વર્ષ દરમિયાન પણ કપરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતો હોંશેહોંશે બટાકાનું વાવેતર કર્યું હતું.

આ વર્ષે 73 લાખ કટ્ટાનું સ્ટોરેજ થયું
ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજાના ભાડા તથા ટ્રાન્સપોર્ટેશન ભાડા જેટલા ભાવ પણ મળી રહ્યા નથી કે, જેને લઈ ખેડૂતો લાચારીની સ્થિતિમાં મુકાયા છે. સતત 2 વર્ષ કોરોનાને લીધે બટાકા પકવતા ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવું પડ્યું હતું જેની શાહી હજુ સુધી સૂકાઈ નથી ત્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતો બટાકામાં પાયમાલ થઈ રહ્યા છે.

સમગ્ર તાલુકામાં 42 કોલ્ડ સ્ટોરેજ છે તેમજ તેમાં ચાલુ વર્ષ દરમિયાન 73 લાખ કટ્ટાનું સ્ટોરેજ થયું છે તથા ઓગસ્ટ માસના અંત સુધીમાં પણ 43.13 લાખ કટ્ટા બટાકા પડેલા છે. આની સામે ગયા વર્ષે કુલ 58. 39 લાખા કટ્ટા સ્ટોરેજ થયા હતા તેમજ વર્ષ 2020 માં ઓગસ્ટ માસના અંત સુધીમાં 32 લાખ કટ્ટા બટાકા સ્ટોરેજમાં પડ્યા હતા.

ચાલુ વર્ષે 16 લાખ કટ્ટા વધારે સ્ટોરેજ થયા
આ આંકડા જણાવી રહ્યા છે કે, ખેડૂતો બટાકાના ખુબ સારા ભાવ મળશે તેની આશા સેવી રહ્યા છે પરંતુ સતત ભાવ તળિયે જઈ રહ્યા છે કે, જેને લીધે હાલમાં ખેડૂતોની ધીરજ પણ ખૂટી રહી છે. ખેડૂતોને હાલમાં સ્ટોરેજના ભાડા ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે બિહાર , જમ્મુ-કાશ્મીર જતા બટાકા શરુ વર્ષે ગયા નહી.

જયારે બીજી બાજુ બટાકાના વિપુલ ઉત્પાદન બાદ કોલ્ડ સ્ટોરેજ હાઉસફૂલ થઈ ચુક્યા છે તેમજ ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષ દરમિયાન 16 લાખ કટ્ટા વધુ સ્ટોરેજ કરવામાં આવ્યા છે. માંગ ઓછી થતા નિકાસ પણ થઈ શકી નથી. સપ્ટેમ્બર માસમાં દેશના કેટલાક રાજ્યોમાં જાઈએ તેટલી નિકાસ થઈ શકી નથી.

બટાકા બિહાર, જમ્મુ કાશમીર સુધી જઈ રહ્યા હતા. ચાલુ વર્ષે જઈ શક્યા નથી. નિકાસ ખુબ ઓછી રહેતાં ગત વર્ષ કરતાં વધારે સ્ટોક હાલમાં કોલ્ડસ્ટોરેજમા પડ્યો છે.  લેવાલી ઘટી જતાં બટાકા પકવાતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે તેમજ હવે જાયે તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…