રામદેવપીર મહારાજના દર્શન દરેકે કર્યા હશે પરંતુ આ મંદિરનું ચમત્કારી રહસ્ય કોઈ નહિ જાણતું હોય!

122
Published on: 11:26 am, Wed, 8 December 21

ભારત દેશ વિવિધ દેવી-દેવતાઓને દેશ ગણાય છે. દેશના કરોડો શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે. વિવિધ મંદિર પાછળ પોતાનો અલગ જ ઇતિહાસ હોય છે. આટલું જ નહીં ઘણા મંદિરો એવા છે કે જ્યાં લોકો એ સાક્ષાત ચમત્કાર જોયા હોય. આ જ કારણ છે કે દેશના લોકોમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા ખૂબ જ વધારે છે. રામદેવપીર મહારાજના મંદિરે હરકોઈ જતા હશે પરંતુ કોઈને પણ એક રહસ્ય ની જાણ નહીં હોય.

રાજસ્થાનની રણભૂમિ પર રામદેવપીર મહારાજ નું એક ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિરમાં રામદેવપીર મહારાજ ને શ્રદ્ધાંજલિ આપવા સેંકડો લોકો આવે છે અને આજની તારીખે રામદેવપીર મહારાજના અનેક પરચાના દર્શન શ્રદ્ધાળુઓ કરે છે. રામદેવપીર મહારાજ નો જન્મ રાજસ્થાનમાં થયો હતો. આજથી 600 વર્ષ પહેલા કશ્મીરી ગામમાં રામદેવપીર મહારાજે આ પૃથ્વી ઉપર અવતાર લીધો હતો. પિતાનું નામ અજમલ રાય અને માતાનું નામ મીનલ દેવી હતું.

તમને જણાવી દઈએ કે, રામદેવપીર મહારાજ ના પિતા અજમલ રાય તે પ્રદેશના મહારાજ હતા, તેથી તેઓને રામદેવરા તરીકે ઓળખ મળી હતી. ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીર મહારાજ ના અનેક મંદિરો આવેલા છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ રામદેવપીર મહારાજ ને શ્રદ્ધાંજલિ આપવા મંદિરે આવે છે.

કહેવાય છે કે, રામદેવપીર મહારાજ દરેક લોકોને જે આશીર્વાદ આપતા હતા, તેમની દરેક ઈચ્છાઓ પૂરી થતી હતી. ભક્તોની ઈચ્છા પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓ મહારાજને ચૂર્મુ અને કાપડના ઘોડા અર્પણ કરે છે.

તે સમયે આ મંદિરનું નિર્માણમ 75 હજાર રૂપિયામાં પૂર્ણ થયું. ફક્ત હિન્દુઓ માટે જ નહીં પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના આસ્થાનું આ મંદિર મજબૂત કેન્દ્ર છે. આ મંદિરમાં રામદેવપીર મહારાજની મૂર્તિ તો છે જ પરંતુ સાથે સાથે એક સમાધિ પણ બનાવવામાં આવી છે. જ્યોતિષાચાર્ય અનીશ વ્યાસે જણાવતાં કહ્યું હતું કે, ફક્ત ગુજરાત-રાજસ્થાનથી જ નહીં પરંતુ દેશ-વિદેશથી હજારો હરિભક્તો અહીં દર્શનાર્થે આવે છે.

આ મંદિરમાં સવારે સાડા ચાર વાગ્યે મંગળા આરતી, આઠ વાગ્યે ભોગ આરતી, પોણા ચાર વાગ્યે શ્રુંગાર આરતી, સાંજના સાત વાગ્યે સાંજની આરતી અને રાત્રે નવ વાગ્યે શયન આરતી કરવામાં આવે છે. રામદેવજીના પરમ ભક્ત એવા ડાલીબાઈની સમાધિના પથ્થરો અને કડાઓ સમાધિથી થોડેક જ દૂર છે.

ડાલીબાઈનું બંગડી એક પથ્થર દ્વારા બનાવેલું છે. લોકોનું માનવું છે કે, આ બંગડી માંથી પસાર થવાથી જીવનની તમામ બીમારીઓ દૂર થાય છે. જ્યારે કોઈ શ્રદ્ધાળુ આ મંદિરની યાત્રા કરે છે ત્યારે આ બંગડી માંથી બહાર આવ્યા પછી જ તેમની યાત્રા પૂર્ણ ગણવામાં આવે છે.

આ મંદિરથી થોડું દૂર એક વાવ આવેલી છે, જેનો ખોદકામ સ્વયં રામદેવજી મહારાજે જાતે કર્યું હતું. તમને જણાવી દઇએ કે આ વાવનું બાંધકામ તૃતીયા વિક્રમ સવંત ૧૮૯૭ ના રોજ પરિપૂર્ણ થયું હતું. કહેવાય છે કે આ વાવનું પાણી ખૂબ જ મધુર અને શુદ્ધ છે.

વિક્રમ સંવત ૧૮૪૯માં મંદિરના પાછળના ભાગમાં રામ સરોવર તળાવ બનાવવામાં આવ્યું હતું. આ તળાવ બનાવવા પાછળનો મુખ્ય હેતુ ગામના લોકોને પાણીની અછતનો સામનો ન કરવો પડે એ જ હતું. 150 એકરમાં ફેલાયેલું આ તળાવ ૨૫ ફૂટ ઊંડું છે. તમને જણાવી દઈએ કે તળાવના પક્ષિમ છેડે એક અદ્ભુત આશ્રમ છે અને ઉત્તર છેડે રામદેવપીર મહારાજની જીવંત સમાધિ છે. લોકોનું માનવું છે કે આ તળાવની માટી થી અનેક બીમારીઓ દૂર થાય છે, અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ આ તળાવની માટી પોતાની સાથે લઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…