આઘાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ન હોય, તો પણ તમારું કઈ નહિ બગડી શકે પોલીસ

Published on: 12:48 pm, Wed, 30 June 21

આઘાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ દરેક લોકોની જીંદગી સાથે જોડાયેલા આ મહત્વના ડોક્યુમેન્ટ છે. આ ડોક્યુમેન્ટ જો ખોવાઈ ગયા તો પછી બનાવવામાં ભારે મુશ્કેલી આવી શકે છે. એટલા માટે આ દસ્તાવેજોને સાચવી રાખવા અત્યંત જરૂરી છે. જો આપે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા અન્ય કોઈ જરૂરી ડોક્યુમેન્ટ ગુમ અથવા ચોરી થવાનો ડર હોય તો, અમે અહીં આપને સરળ રીત બતાવી રહ્યા છીએ, જેનાથી આ આપના મહત્વના ડોક્યુમેન્ટ સાચવી ને રાખી શકો.

ભારત સરકારે પણ આ અંગે ઠોસ પગલુ ભરતા એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપનું નામ છે ડિજીલોકર અથવા ડિજીટલ લોકર. આ એપ દ્વારા આપના તમામ દસ્તાવેજો અહીં સુરક્ષિત અને સિક્યોર રાખી શકો છો.

DigiLocker પર કેવી રીતે અપલોડ કરશો ડોક્યુમેંટ્સ
DigiLocker પર લોગ ઈન કરો.જમણી બાજૂ Uploaded Documents પર જઈ અપલોડ પર જાઓ.ડોક્યુમેન્ટ વિશે ટૂંકમાં પરિચય આપો.અને ત્યાર બાદ અપલોડ બટન પર ક્લિક કરો.

કેટલુ સુરક્ષિત છે Digi Locker
જો આપણે ડિજીલોકરની સુરક્ષા વિશે વાત કરીએ, તો ડીજીલોકર આપણા બેંક ખાતા અથવા નેટ બેન્કિંગ જેટલું સલામત છે. ડિજીલોકરમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવો પડશે. તે પછી આપણે તેને આધારકાર્ડ સાથે લિંક કરવું પડશે. તેમાં મોબાઈલ નંબર પણ રજિસ્ટર કરવો પડશે. આ બધી પ્રક્રિયા કર્યા પછી જ તમે ડિજિલોકરમાં તમારું એકાઉન્ટ ખોલી શકો.