
ડોક્ટરોને ભગવાનનું બીજુ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ માણસને મોતના મોઢામાંથી ખેંચી લાવે છે. આવી જ એક ઘટના અહી બની છે. જેમાં એક યુવકના બંને હાથમાં સર્જરી કરીને બંને હાથ લગાડવામાં આવ્યા છે.
આ વ્યક્તિ આઈસલેન્ડમાં રહે છે જેની ઉંમર 48 વર્ષ છે. તેનું નામ ફેલિક્સ ગ્રેટરસનને તબીબોએ જીવનદાન આપ્યું છે. એક વ્યક્તિએ તેના બંને હાથ ફેલિક્સ ને દાન કર્યા. વિશ્વની આ પહેલી ઘટના છે કે જેમાં એક વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ફેલિક્સ સાથે 1998માં એક એકસીડન થયું હતું. જે એક્સિડન્ટમાં તેણે તેના બંને હાથ ગુમાવ્યા હતા.
આ અકસ્માત બાદ તે ત્રણ મહિના કોમામાં રહ્યો હતો. ડોક્ટરોએ 54 ઓપરેશન કરી બંને દાઝેલા હાથને શરીરથી દુર કર્યા હતા અને સાથે સાથે તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું હતું. તે કોમામાંથી બહાર આવ્યો ત્યારે તે ચોંકી ગયો હતો.