નીતા અંબાણી પાસે છે 242 કરોડનું પ્લેન, અંદરનો નજારો જોઇને તો ભાન ભૂલી જશો   

196
Published on: 5:17 pm, Wed, 8 June 22

અંબાણી પરિવારનું નામ સાંભળીને કે વાંચતા જ તેમના વિશે જાણવાની તડપ જાગી જાય છે. આજે આપણે નીતા અંબાણી સાથે જોડાયેલી એક ખાસ વાત જાણીશું. મુકેશભાઈ અંબાણીના પત્ની નીતા અંબાણી પાસે 242 કરોડનું પ્લેન છે.

હવે જરા વિચારો કે જે સ્ત્રી 3 લાખની ચા પીય ને દિવસની શરૂઆત કરે એનું પ્રાઇવેટ પ્લેન કેવું હશે? ચાલો આજે તમને આ પ્લેન વિશે જણાવીએ. આ પ્લેનનો અંદરનો નજારો જોશો તો 5 સ્ટાર હોટલને પણ ભુલી જશો. ખરેખર નીતા અંબાણી જેવું વૈભવશાલી જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ પણ નહીં જીવતા હોય.

નિતા અંબાણીના પ્રાઇવેટ પ્લેન વિશે વાત કરીએ એ પહેલા તેમના વિશે જાણીએ. નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેનું જીવન આનંદ અને સુખ-સુવિધાઓથી ભરેલું હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણીનો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

ખાસ વાત એ છે કે, અંબાણીએ તેમના 44માં જન્મદિવસે વર્ષ 2007માં ગિફ્ટ આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતાને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ પ્લેન ગિફ્ટમાં આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ જેટ આલીશાન મહેલ જેવું લાગે છે અને અંદરની સુવિધાઓ જોઈને આંખો પહોળી થઇ જશે.

આ જેટમાં એક મિટિંગ રૂમ, ડાઇનિંગ હોલ, બેડરૂમ અને થિયેટર જેવી અનેક સુવિધાઓ છે. મનોરંજન માટે તેમાં એક ફ્લાઇટ સ્કાઇ પણ હાજર છે. આ જેટમાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી નિતા અંબાણીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…