આ ગુજરાતી દીકરીએ 34 હજાર ગરીબ દીકરીઓની 3.80 કરોડની ફી ભરી

404
Published on: 11:21 am, Mon, 20 December 21

જ્યારે ઘરમાં પુત્રનો જન્મ થયો ત્યારે ઢોલ-નગારાં વગાડવામાં આવતા હતા, જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે પુત્ર ન આવવાનું દુઃખ અનુભવતા હતા. જયારે શિક્ષણની વાત આવે છે ત્યારે દીકરાને ખાપ્રાઇવેટ સ્કુલમાં અને દીકરીને સરકારી શાળામાં મોકલવામાં આવતી હતી.

નિશિતા જણાવતા કહે છે કે, ‘આ અસમાનતા મેં નાનપણથી મારી આસપાસ જોઈ છે.’ નિશિતા ભવિષ્યની કોઈ દીકરીઓ સાથે આવું જોવા માંગતી ન હતી, જેના કારણે નિશિતાએ એકલા હાથે પોતાના દમ પર હજારો ગરીબ દીકરીઓની ફી ભરી છે અને હજુ પણ ભરશે.

નિશિતા જણાવતા કહે છે કે, ‘હું અમીર પરિવારમાંથી નથી આવતી, પરંતુ એક દીકરીના જીવનમાં ભણતરનું કેટલું મહત્વ છે એ જાણું છું. જો હું ન ભણી હોત તો આજે કદાચ હું 34,500 દીકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયાની સ્કૂલ ફી ન ભરી શકેત.’ અહિયાં વાત થઇ રહી છે ગુજરાતના વડોદરાની નિશિતા રાજપૂતની, જેમને સેકંડો ગરીબ દીકરીઓની ફી ભરી છે અને સારું શિક્ષણ પૂરું પાડ્યું છે.

લગ્નમાં બિનજરૂરી ખર્ચ ટાળી 251 ગરીબ દીકરીઓની ફી ભરી
નિશિતા જણાવે છે કે, ‘હું કોઈ અમીર ઘરની છોકરી નથી પણ, લોકો પાસેથી ફંડ એકઠું કરું છું અને ગરીબ દીકરીઓના ભવિષ્ય પાછળ ખર્ચું છું’ તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં જ નિશિતાના લગ્ન થયા હતા. અને આ લગ્નમાં બિનજરૂરી ખર્ચ ટાળી નિશિતાએ 251 દીકરીઓની ફી ભરી હતી. નીશીતાએ ૧૧ વર્ષ પહેલા શિક્ષણ ન મેળવી શકતી ગરીબ દીકરીઓ માટે આ કાર્ય કરવાનું શરુ કર્યુ હતું.

34,000 ગરીબ દીકરીઓની ફી ભરી
અત્યાર સુધીમાં નિશિતાએ કુલ 34,500 ગરીબ છોકરીઓની સ્કૂલ ફી તરીકે 3 કરોડ 80 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, અને આવનારા સમયમાં પણ આ કામ શરુ જ રહેશે. નિશિતા જણાવતા કહે છે કે, ‘મને હંમેશા લાગતું હતું કે, શિક્ષણનો અધિકાર લિંગ દ્વારા નક્કી ન થવો જોઈએ. તેમ છતાં, સમાજમાં ફેલાયેલી દુર્દશા, નિરક્ષરતા અને છોકરા અને છોકરી વચ્ચે કેટલો તફાવત છે. સાથોસાથ જણાવે છે કે, દીકરીઓનું શિક્ષણ છોકરાઓ કરતાં ઉપર હોવું જોઈએ.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…