આજકાલ વધી રહેલા અકસ્માતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોતવાલી વિસ્તારના ઝડીનાગામના જંગલમાંથી એક નીલગાય કાચ તોડી કારમાં ઘુસી હતી. ગાડીના કાચમાં નીલગાય ફસાઈ જતા ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ છે. તેમજ આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી નીલગાયને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મેરઠના અસીલપુર ગામનો રહેવાસી ફુરકાન અહેમદ બુધવારે સાંજે કાર દ્વારા પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. જ્યારે તે મધ્ય ગંગા કેનાલ ટ્રેક પર ઝડીના ગામ નજીક પહોંચ્યો ત્યારે કાર અચાનક નીલગાય સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાચ તૂટી ગયો અને નીલગાય કારમાં ઘૂસી ગઈ. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત કાર ચાલકને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન નીલગાયનું દર્દનાક મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. આ અકસ્માત જોઈને એવું લાગે છે કે, જ્યારે નીલગાય રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક તેમની સામે એક કાર આવી ગઈ. નીલગાય લાંબા સમય સુધી કારમાં ફસાયેલી હતી. સ્થાનિક લોકોએ કેટલાક પ્રયાસો કર્યા પરંતુ તેઓ સફળ થયા ન હતા.
આ ઉપરાંત કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમયસર મદદ મળી હોત તો નીલગાયને બચાવી શકાઈ હોત. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, નીલગાય ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં થયેલી ઈજાઓને કારણે નીલગાય લોહીથી લથપથ થઈ ગઈ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…